ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ - યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ

અમદાવાદમાં એરહોસ્ટેસનો અભ્યાસ કરી નોકરીની શોધ કરી રહેલી યુવતી પર તેના પ્રેમીએ યુવતી સાથે ફુલહાર કરી લગ્નગ્રંથી થી જોડાયા હતાં બાદમાં અણબનાવો બનતા જૂદાં પડ્યા હતા. એક દિવસ યુવતી રીક્ષામાં જઇ રહી હતી ત્યારે તેનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઇ બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ યુવતીએ નારોલ પોલીસ મથકે નોંધાવી હતી.

અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ
અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

By

Published : Oct 26, 2021, 6:07 PM IST

  • યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ આચર્યું દુષ્કર્મ
  • ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી યુવતીને આપતો હતો ત્રાસ
  • યુવતીએ નારોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી નોકરીની શોધમાં રહેલી એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીને પિતા સાથે ઝઘડો થતાં તે તેની બહેનપણીના ત્યાં રહેવા લાગી હતી જ્યાં બહેનપણીનાં ભાઈનાં મિત્ર સાથે પ્રેમસબંધમાં જોડાઇ હતી. બાદમાં યુવતીએ આ યુવક સાથે ફુલહાર પણ કર્યા હતા. અમુક કારણોસર બંને વચ્ચે ઝગડો થતાં યુવતી પિયર આવી ગઇ હતી અને યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મુકવાનું શરૂ કરી સાથે રહેવા દબાણ કર્યું હતું. બાદમાં યુવતીના અન્ય જગ્યાએ લગ્ન પણ થઈ ગયા હતાં. ત્યારે યુવકે રિક્ષામાં જઈ રહેલી યુવતીને અપહરણ કરી રાજસ્થાન લઈ જઇ બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ

યુવતી મૂળ પેટલાડની છે તેને છ માસ પહેલાં એરહોસ્ટેસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને હાલ તે નોકરીની શોધમાં હતી. યુવતીનો અભ્યાસ અને નોકરી બાબતે તેનાં પિતા સાથે ઝઘડો થતાં પિતાએ ઠપકો આપતાં વસ્ત્રાલ તેની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. ત્યાં બહેનપણીનાં ભાઈને મળવા આવતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમાના સંપર્કમાં યુવતી આવી હતી. અને બનેએ શ્રીફળ મૂકી લગ્ન કર્યા હતાં. બાદમાં યુવતી તેના પતી સાથે માતા-પિતાને મળવા ગઇ હતી જ્યાં 10 દિવસ રોકાયા હતાં અને બને વચ્ચે ઝઘડા શરુ થયાં હતાં. ધર્મેન્દ્રના સ્વભાવથી આ યુવતી કંટાળી ગઈ હતી જેથી તેને છોડવા માંગતી હતી. અને યુવતીનાં માતા-પિતાએ બાપુનગરના એક યુવક સાથે આ યુવતીના લગ્ન કરાવી દીધા હતા. પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો ; ગોંડલમાં 6 શખ્સોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો

આ પણ વાંચો ; મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details