અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ માસ્ક ન પહેરનારને દુકાન કે અન્ય જગ્યાઓ પર જઈને દંડ આપવામાં આવતો હતો ત્યારબાદ પોલીસને પણ સત્તા આપવામાં આવી હતી કે રસ્તે જતાં રાહદારીએ માસ્ક ન પહેર્યું તો તેમને દંડવામાં આવે ત્યારે અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનોને દંડ વસૂલવા આદેશ કરવામાં આવ્યો હતો
અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો દંડાયા, 16 લાખથી વધુ વસૂલી લેવાયાં - પેનલ્ટી
કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક પહેરવું હવે જરૂરી થયું છે તો બીજી તરફ હવે અનલોક શરૂ થતાં લોકો બહાર આવવા લાગ્યાં છે. પરંતુ કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના બહાર આવે છે ત્યારે લોકોની સલામતી માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાનો શરૂ કરવામાં આવ્યો છે જેમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9,000થી વધુ લોકોને દંડીને 16લાખથી વધુ કિંમતનો દંડ વસૂલવામાં આવ્યો છે.
અમદાવાદમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો દંડાયા, 16 લાખથી વધુ વસૂલી લેવાયાં
17 જૂનથી શહેરમાં 14 અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં માસ્ક અંગે દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9355 લોકો પાસેથી 16,52,800રૂ.નો દંડ વસૂલવામાં આવ્યો છે. હજુ પણ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે.