અમદાવાદઃ અમદાવાદના લોકોને કોરોનાની સાથે સાથે રખડતાં કૂતરાંઓનો સતાવી રહ્યો છે. રખડતાં કૂતરાં લોકો પર હુમલો કરી રહ્યાં છે. જાન્યુઆરીથી મે મહિનામાં એટલે કે, છેલ્લા પાંચ મહિનાની અંદર 27 હજારથી પણ વધુ લોકોને કૂતરાં કરડ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ દૂર કરવા માટે વર્ષે મોટાપાયે ખર્ચ ભલે કરતી હોય પરંતુ હકીકત કંઇક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે અને તે તમામની વચ્ચે સતત જોવા મળી રહ્યો છે કૂતરાઓનો ત્રાસ.
ખબર છે અમદાવાદમાં કૂતરાંનો કેવો ભય હોય છે? દર મહિને 2000 કેસ કૂતરાં કરડવાના નોંધાય છે - એએમસી
દેશમાં કોરોના વાઇરસની મહામારી સામે દેશ ઝઝૂમી રહ્યો છે. પરંતુ અમદાવાદવાસીઓને કોરોનાની સાથે-સાથે કૂતરાંનો પણ ભય હાલ સતાવી રહ્યો છે. રખડતાં કૂતરાં લોકો પર હુમલો કરી રહ્યાં છે. જેમાં જાન્યુઆરીથી મે મહિના એટલે કે પાંચ માસ દરમિયાન 27 હજારથી પણ વધુ લોકોને કૂતરાં કરડવાની ઘટના બની છે.
ખબર છે અમદાવાદમાં કૂતરાંનો કેવો ભય હોય છે? દર મહિને 2000 કેસ કૂતરાં કરડવાના નોંધાય છે
રસ્તા પરથી પસાર થતી વ્યક્તિ પર અચાનક જ કૂતરાં કોઈ પણ ક્ષણે હુમલો કરી રહ્યાં છે એક અંદાજ મુજબ શહેરની 65 લાખની વસ્તી સામે ત્રણ લાખ જેટલા કૂતરાં હાલ હયાત છે. કોર્પોરેશન દ્વારા કૂતરાં ખસીકરણ પાછળ વર્ષે ત્રણ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. લૉક ડાઉનમાં એટલે કે માર્ચ થી મે મહિના સુધીમાં 12 હજારથી પણ વધુ લોકોને કૂતરા કરડવાની ઘટના બની છે. જાન્યુઆરીથી મે મહિના સુધીમાં આ સંખ્યા 27 હજારને પાર પહોંચી હતી
- જાન્યુઆરી - 7515
- ફેબ્રુઆરી - 7368
- માર્ચ - 6031
- એપ્રિલ - 3789
- મે - 2917
રખડતાં કૂતરાને કારણે લોકો હવે રાત્રે બહાર નીકળતાં પણ ગભરાઇ અને ડરી રહ્યાં છે. સામાન્ય લોકોનું જણાવવું છે કે રાત્રે ઘરે જતાં હોઈએ ત્યારે પણ કૂતરા પાછળ દોડે છે અને કોઈ પણ ક્ષણે હુમલો પણ કરી બેસતાં હોય છે ત્યારે સ્માર્ટ સિટીનો દાવો કરતાં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી અંગે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યાં છે. કોર્પોરેશન કોઈ કાર્યવાહી કરે તેમ પણ લોકોએ ઇચ્છી રહ્યાં છે. જે રીતે અમદાવાદ શહેરમાં કૂતરાં કરડવાના કેસો સામે આવી રહ્યાં છે તે જોતાં લાગી રહ્યું છે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી ખસીકરણની કામગીરીમાં રસીકરણના જે આંકડા દર્શાવવામાં આવે છે તે આ ખરેખર સાચાં છે કે કેમ. જો આ અંગે તપાસ કરવામાં આવે તો ક્યાંક ભ્રષ્ટાચાર પણ મોટા પ્રમાણમાં બહાર આવી શકે છે.
શહેરમાં રખડતા કૂતરાંના ત્રાસ અંગે કોર્પોરેટર શાહનવાઝ શેખ દ્વારા વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૦ દરમિયાન રખડતાં કૂતરાંઓની સંખ્યા જ્યારે બીજી તરફ રખડતાં કૂતરાને રસીકરણ અને ખસીકરણ બાદ કેટલા દિવસ બાદ છોડવામાં આવે છે તે અંગેની માહિતી માંગવામાં આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલીક માહિતી જે દર્શાવી હતી તે ચોંકાવનારી જોવા મળી રહી છે.
શહેરમાં રખડતાં કૂતરા ત્રાસને અટકાવવા માટે થઈ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન દ્વારા કરવામાં આવેલ રસીકરણ-ખસીકરણ કામગીરી કર્યા બાદ ચાર દિવસ પછી જે તે સ્થળે કૂતરાંઓને પકડેલ હોય તે સ્થળે છોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જણાવવું છે કે હાલમાં 73 ટકા જેટલું રસીકરણ શહેરમાં થઈ ગયેલું છે તો પછી શા માટે થઈને કૂતરાં કરડવાની ઘટના સતત વધી રહી છે તેવા અનેક સવાલો હાલ ઉપસ્થિત થઈ રહ્યાં છે.
બીજી તરફ કૂતરા કરડ્યાં બાદની જે સારવારની બાબત આવે છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઇ એટલે કે વીએસ હોસ્પિટલની અંદર અલગ-અલગ ત્રણ શહેરોમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ સામાન્ય કૂતરાંની લાળ અડવાની ઘટના સર્જાય તે પ્રમાણે સારવાર થાય છે. કૂતરું કરડી જાય અને તેના દાંત દ્વારા ગંભીર ઇજા થાય તેવા દર્દીને ત્રીજા લેયરમાં દાખલ કર્યા બાદ તમામ સારવાર આપવામાં આવી રહી છે. જોકે પહેલાં કૂતરાં કરડે અને દર્દીએ સાત ઇન્જેક્શન અલગ અલગ દિવસો દરમિયાન લેવા પડતાં હતાં. જેમાં નવા ઇન્જેક્શન આવતાં હવે તેઓને 4 જ ઇન્જેક્શન અલગ અલગ દિવસો દરમિયાન આપવામાં આવતાં હોય છે.