- શહેરમાં ભારે વરસદને કારણે ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી
- વૃક્ષ ધરાશાયી થતા રસ્તાઓ ઠેર- ઠેર બ્લોક થયા
- ફાયર અને ગાર્ડન વિભાગે વૃક્ષ હટાવવાની કામગીરી કરી
અમદાવાદઃ તૌકતેે વાવાઝોડાને કારણે મંગળવાર અમદાવાદમાં અંધરાધાર વરસાદ વરસ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરવાના અને વૃક્ષો પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં શહેરના જુદા જુદા વોર્ડમાં કુલ 137 થી વધુ જગ્યાઓએ ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને આવ્યા છે. જો કે હજુ 200 જેટલા કોલ વેઇટિંગમાં આવી રહ્યા છે.
ક્યાં શું નુકશાન થયું?
મંગળવારે શહેરમાં પડેલા વરસાદમાં બુધવાર સુધીમાં રસ્તા ઉપર વૃક્ષો પડ્યા હોય તેવા કુલ 135 કોલ ફાયર વિભાગને મળ્યા છે. આ ઉપરાંત મકાન અથવા દુકાનમાં ફસાયા હોય તેના બચાવ કોલ માટે 13 કોલ આવ્યા છે. જ્યારે વાહનો ફસાયા હોય તેવા 12, હોર્ડિંગ પડ્યા હોય તેવા 2 કોલ, ગેસ અથવા ઇલેકટ્રીકલ થાંભલા પડ્યા હોવાના 4 કોલ આવ્યા છે. આ ઉપરાંત માણસો ફસાયા હોય તેવા કિસ્સામાં 3 અને જેમને ઇજા પહોંચી હોય તેવા 1 વ્યક્તિને બચાવવામાં આવ્યો છે.