- અમદાવાદમાં સ્વૈચ્છિક લોકડાઉનની પાંખી અસર
- ઉનાળાના તડકા અને સ્વૈચ્છિક બંધમાં લોકો બહાર ફરતા પણ દેખાયા
- કોરોનાના વધતા જતા કેસને લઇને સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ હતી
અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસનો આંક હવે 9 હજાર 500 સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં ખાસ કરીને રાજયના મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધારે સંક્રમણ ફેલાયું છે અને સૌથી વધારે અમદાવાદ શહેરમાં કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે કોરોનાના વધતા જતા કેસને લઇને વેપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃકપરાડા તાલુકામાં 7 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત
શનિવાર અને રવિવારના રોજ વેપારીઓ દુકાન બંધ રાખશે
શહેરમાં વિવિધ વેપારી મંડળો અને અલગ-અલગ એસોસિએશન દ્વારા કોરોનાના વધતા જતા કેસને લઇને સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી કે, અમદાવાદ શહેરમાં શનિવાર અને રવિવારના રોજ વેપારીઓ દુકાન બંધ રાખશે. કોરોનાના વધતા જતા કેસને લઇને કોરોનાની સાંકળને તોડવાના પ્રયાસ કરશે. જો કે, શહેરના કેટલાક વિસ્તારમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી.