વિધાનસભામાં માન્ય કોરોના રિપોર્ટ AMCને માન્ય નહીં! ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ અમાન્ય કરી સભામાંથી બહાર તગેડ્યાં - BJP
AMCની બોર્ડ બેઠક આજ શુક્રવારે પાલડી ખાતે આવેલ ટાગોર હોલમાં છ મહિના બાદ ફિઝિકલ મળી હતી. તેવામાં બોર્ડ બેઠકમાંથી જમાલપુરના કાઉન્સિલર ઇમરાન ખેડાવાળાને મેયરે બહાર કાઢી મૂકતાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી.

વિધાનસભામાં માન્ય કોરોના રિપોર્ટ AMCને માન્ય નહીં
અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે વિપક્ષના ધારાસભ્ય ખેડાવાલાએ વિધાનસભાના સત્ર માટે કરાવેલા ટેસ્ટને અયોગ્ય ગણી બહાર મોકલી દેવાતાં ઇમરાન ખેડાવાળાએ આ મુદ્દો વિધાનસભામાં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઇમરાન ખેડાવાળા બોર્ડ રૂમમાં આવ્યાં કે કહેવામાં આવ્યું કે તમે ટેસ્ટ કરાવ્યો ન હોવાથી બોર્ડમાં બેસી શકશો નહી.
વિધાનસભામાં માન્ય કોરોના રિપોર્ટ AMCને માન્ય નહીં