ગુજરાત

gujarat

ETV Bharat / city

ઈમરાન ખેડાવાલાએ કોરોનાને માત આપી, હવે પ્લાઝ્મા ડોનેટ કરશે

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. તેમને આજે સવારે લગભગ 11 વાગ્યે અમદાવાદની એસપીજી હોસ્પિટલમાંથી રજા અપાઈ. તેમનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયાં.

ઈમરાન ખેડાવાલાએ કોરોનાને  માત આપી, હવે પ્લાઝ્મા ડોનેટ કરશે
ઈમરાન ખેડાવાલાએ કોરોનાને માત આપી, હવે પ્લાઝ્મા ડોનેટ કરશે

By

Published : Apr 27, 2020, 1:53 PM IST

અમદાવાદઃ ઇમરાન ખેડાવાલાએ હોસ્પિટલમાંથી રજા મળતાં એસવીપી હોસ્પિટલની સારવાર અંગે તમામ માહિતી આપી હતી. સાથે જ અપીલ કરી હતી કે લોકો કોરોનાથી ડરે નહીં અને લક્ષણો જણાતાં તરત સારવાર કરાવવા આગળ આવે.

ઈમરાન ખેડાવાલાએ કોરોનાને માત આપી, હવે પ્લાઝ્મા ડોનેટ કરશે
14 એપ્રિલે પોઝિટિવ આવતા દાખલ કરાયાં હતાંઈમરાન ખેડાવાલા અમદાવાદમાં ખાડિયા-જમાલપુર બેઠકના ધારાસભ્ય છે, તેમને 14 એપ્રિલે મોડી સાંજે કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતાં અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી.
ઈમરાન ખેડાવાલાએ કોરોનાને માત આપી, હવે પ્લાઝ્મા ડોનેટ કરશે
સતત બીજો રીપોર્ટ પણ નેગેટિવ આવ્યોદાખલ થયાના નવ દિવસ બાદ રિપોર્ટ કરાયો, ત્યારે પોઝિટિવ આવ્યો હતો. પરંતુ થોડા દિવસ પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તો ગઈકાલે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જેથી તેમને આજે રજા અપાઇ. તેમના પરિવારને પાંચ સભ્યોને પણ ચેપ લાગતાં તેઓ પણ સારવાર હેઠળ છે. ઈમરાન ખેડાવાલાએ પોતાને મળતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details