ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCનો મહત્વનો નિર્ણય: તમામ મોટા એકમો, કચેરીઓ અને સંસ્થાઓમાં કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણૂક ફરજિયાત

સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસરૂપે અનલૉક-3માં વર્તમાન સમયગાળા દરમિયાન કાર્યરત તમામ મોટા એકમો, કચેરીઓ તેમજ સંસ્થાઓમાં કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવશે. જેમને કોવિડ સંક્રમણ અટકાવવા અંગેની કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવશે.

AMCનો મહત્વનો નિર્ણય: તમામ મોટા એકમો, કચેરીઓ અને સંસ્થાઓમાં કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણુંક ફરજિયાત
AMCનો મહત્વનો નિર્ણય: તમામ મોટા એકમો, કચેરીઓ અને સંસ્થાઓમાં કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણુંક ફરજિયાત

By

Published : Aug 13, 2020, 9:57 PM IST

અમદાવાદ: ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, 7 ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનર હેલ્થની ઉપસ્થિતિમાં ફરજિયાત કોવિડ કો -ઓર્ડીનેટરની નિમણુંકનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંતર્ગત શહેરના તમામ મોટા 30 થી વધુ લોકો જ્યાં કામ કરતા હોય તેવા એકમો, કચેરીઓ તેમજ સંસ્થાઓના સંચાલકોએ એક કોવિડ કો -ઓર્ડીનેટરની નિમણુંક કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે સંબંધિત વિભાગમાં જાણ કરવાની રહેશે. નિયુક્ત થયેલા કોવિડ કો-ઓર્ડીનેટરો જે તે એકમ, કચેરી તેમજ સંસ્થામાં કોવિડ કેર અંગેની જરૂરી કાળજી માટે તેમજ સામાજિક અંતર ચુસ્તપણે જાળવવા અને અન્ય તમામ નિયમોનું પાલન કરાવવા માટે જવાબદાર રહેશે. 30 થી ઓછા લોકો કામ કરતા હોય તેવા એકમોમાં આ બાબતે સંબંધિત જવાબદારી સંપૂર્ણ માલિકની રહેશે.

કોઇપણ કર્મચારી કામદાર કે મુલાકાતીને કોરોના અંગેના કોઈપણ લક્ષણો જેવા કે તાવ, કફ, શરદી,ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ વગેરે દેખાય તો તેને પ્રવેશ આપવાનો રહેશે નહીં. આવા લક્ષણ ધરાવતા કર્મચારીઓને નજીકના અર્બન હેલ્થ સેન્ટર લઈ જઈને કોવિડ 19 માટેનો ટેસ્ટ કરાવવાની જવાબદારી અને પોઝિટિવ આવવાના કિસ્સામાં તરત જ નિયત પત્રકમાં તેનો અહેવાલ સંબંધિત કચેરીને મોકલવાની જવાબદારી પણ કોવિડ કો -ઓર્ડીનેટરની રહેશે.

ABOUT THE AUTHOR

...view details