અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) યોજવા જઈ રહી છે. ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા 27 વર્ષથી સત્તા પર છે. જ્યારે કોંગ્રેસ દિવસેને દિવસે નબળી પડી રહી છે. આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ સરકાર બનાવવા માટે ભારે મહેનત કરી રહી છે. જેને લઇ જે માળખું બનાવવામાં આવ્યું હતું. તેનું વિસર્જન કરવામાં(Dissolution of organizational structure) આવ્યું છે. ત્યારે હવે આગામી માળખું કેવું હશે? તે જાણો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ(President of the Aam Aadmi Party) ગોપાલ ઇટાલીયાની ETV ભારત સાથેની ખાસ વાતચીત.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંગઠન માળખાનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: વડાપ્રધાન ભાજપને અપાવશે આદિજાતિ વોટ ?
પ્રમુખ સિવાય તમામ સંગઠનનું વિસર્જન - આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના પ્રમુખ પદ સિવાયના તમામ જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ(Taluka President of AAP) કે અન્ય પદાધિકારી સાથે માળખાનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે આગામી માળખું વિશાળ માળખું બનાવવામાં આવશે. જેમાં નાનામાં નાના કાર્યકર્તા પણ આ માળખામાં સમાવેશ કરવામાં આવશે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રઘુ શર્મા ગુજરાતમાં જ રહેવાનો નિર્ણય -ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ પોતાના માળખામાં ફેર બદલી કરતા જોવા મળતા હોય છે. અત્યારે આ વખતે ગુજરાત વિધાનસભા પહેલા જ કૉંગ્રેસ વધુ નબળી બનતી જાય છે. રઘુ શર્મા ગુજરાતના પ્રદેશ પ્રભારી બન્યા બાદ 12થી વધારે દિગગજ નેતાઓએ કૉંગ્રેસ પક્ષને અલવિદા કરી દીધી છે. જેના કારણે દિલ્હી હાઈ કમાન્ડ નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે રઘુ શર્મા નવું માળખું રચવા અને કૉંગ્રેસ મજબૂત કરવા માટે રઘુ શર્મા ગુજરાતમાં જ રહેવાનો નિર્ણય પણ કર્યો છે.
શા માટે સંગઠનનું માળખાનું વિસર્જન કરવું પડ્યું -માળખાને વિસર્જન મુખ્ય કારણ એ હતું કે, હાલમાં જે માળખું હતું તે સૌથી વધુ લોકો સુધી પહોંચવા માટે લોકોને સાથે જોડાવા માટે, અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે કરેલા કામો આરોગ્ય, શિક્ષણ જેવા કાર્યો ગુજરાતના ગામડા સુધી પહોંચાડવા માટે માળખું બનવામાં આવ્યું હતું. પરંતુ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે. જેને લઈ દરેક કાર્યકર્તાને કામ કરવા માટેની પૂરતી તક આપવામાં આવે અને ચૂંટણીલક્ષી વિશાળ માળખું(Electoral wide structure) બનાવવામાં આવશે. આ માળખું અરવિંદ કેજરીવાલની નજર હેઠળ બનાવવામાં આવશે.
આગામી વિધાનસભાની ચૂંટણી તૈયારી શરૂ -આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને ધ્યાનમાં લઈ ફરી એકવાર પ્રચાર ,રેલી, સભા ભરીને લોકો વધુમાં વધુ જોડાય તેવી અપીલ કરવામાં આવશે. દરેક વિધાનસભા ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવશે. તેનો વિગતવાર ટૂંક સમયમાં જ જાહેર થશે.
ભાજપમાં નવા લોકોને પાર્ટીને સ્થાન આપવામાં આવી રહ્યું છે - ભાજપ પણ અગાઉ પણ માળખામાં ફેરફાર કર્યા છે. માળખામાં ફેરફાર કરવામાં ભાજપ સરકાર અગ્ર સ્થાને છે. વિજય રૂપાણી મુખ્યપ્રધાનમાંથી રાજીનામુ આપતા જ સમગ્ર મંત્રી મંડળ પણ બદલી નાખવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાને ચાન્સ આપવામાં આવ્યો હતો. આ સાથે સાથે અનેક નવા ચેરમેન નિમણુંક કે અધિકારી બદલી કરવામાં આવી હતી. તેમજ નવા નવા લોકોને પાર્ટીને સ્થાન આપવામાં આવી રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે, આગામી સમયમાં આ દરેક પાર્ટી વિધાનસભાની ચૂંટણી આવતા જ સંગઠનમાં માળખામાં ફેરફાર કર્યો છે. પરંતુ પરિણામ કોની તરફેણમાં આપવું એતો રાજ્યની જનતા જ નક્કી કરશે.
આ પણ વાંચો:શા માટે આમ આદમી પાર્ટીએ માળખાનું વિસર્જન કર્યું? જાણો આ રહ્યું કારણ
આગામી ચૂંટણી દરેક વિધાનસભા બેઠક પર લડવામાં આવશે - આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડશે. રાજ્યમાં ભાજપ સરકાર રાજ્યના યુવાનોને રોજગાર આપવામાં સદંતર નિષ્ફળ(Fail to Provide Employment to youth) રહી છે. જેથી આમ આદમી પાર્ટી રાજ્યના લોકોને સારું શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. તેથી આશા વ્યક્ત કરી છે કે, આગામી ચૂંટણી માત્ર ભ્રષ્ટાચાર ભાજપ અને ગુજરાતમાં આમ આદમી વચ્ચે છે. જેમાં ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનશે તે નક્કી છે.