- માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત વધારો
- અમદાવાદ શહેરમાં કુલ 324 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મુકાયા
- 30 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્તિ અપાઇ
અમદાવાદઃકોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કુલ 324 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મુકવામાં આવ્યા હતા. જેમાં બુધવારે વધુ 16 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમલમાં મૂકવામાં આવ્યા છે. 30 જેટલા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ અમલમાં છે.
આ પણ વાંચોઃનવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો