- ભારે પવન અને વરસાદને લઈને શહેરીજનોને હાલાકી
- તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં દેખાય
- ઝાડ પડવાની ઘટના સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
અમદાવાદ: તૌકતે વાવાઝોડાની અસરને લઈને અમદાવાદ શહેરમાં સવારથી જ ભારે પવન અને વરસાદની શરૂઆત થઇ હતી, પરંતુ બપોર બાદ પવન ખૂબ જ ઝડપી થયો હતો અને વરસાદ પણ ભારે થયો હતો. જેને લઇને શહેરમાં ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી ગોતા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયાં
શહેરના મોટાભાગના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની અને પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. અમદાવાદના ગોતા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયાં હતા, તો નીચાણવાળા વિસ્તારોમાં ઢીછનસમાં પાણી ભરાયાં હતા. શહેરના રસ્તા ઉપર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા વૃક્ષો પણ ભારે પવનના લીધે રોડ પર ધરાશાહી થયાં હતાં.
આ પણ વાંચોઃ સુરતમાં વાવાઝોડાની અસર: શહેરના અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષોની સાથે વીજળીના પોલ થયા ધરાશાયી
ગોદરેજ ગાર્ડન સિટીમાં વૃક્ષા ધરાશાયી
ગોતા વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષ હોવાથી ભારે પવનને લીધે વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ રસ્તાઓ કલાકો સુધી બંધ રહ્યા હતા. જેને લઈને વાહનચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જો કે, વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વૃક્ષોને કાપવામાં આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ઓઢવમાં ભારે પવન અને વરસાદને લઈને નુકસાનીના દ્રશ્યો
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પણ ભારે પવન અને વરસાદને લઈને નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. શહેરમાં વરસાદને લઈને નીચાણવાળા અને રસ્તા પર પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, તો શોપિંગ મોલ બહાર રાખવામાં આવેલા જાહેરાતના બેનરો પણ હવામાં ઉડતા હતા અને ઓડિટીંગ પણ ભારે પવનના લીધે પડી ગયાં હતાં.