- ગુલાબ બાદ હવે ગુજરાત ઉપર Shaheen cyclonની અસર
- ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના
- છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
અમદાવાદઃ સાંજે 6 વાગ્યાથી 7 વાગે સુધીમાં શહેરભરમાં સરેરાશ 5.15 mm વરસાદ પડ્યો હતો. ઝોનવાર સરખામણી કરીયે તો સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 6.75 mm વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં 5.41 mm, પશ્ચિમ ઝોનમાં 4.76 mm, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4.13 mm, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5.26 mm, મધ્ય ઝોનમાં 5.75 mm, ઉત્તર ઝોનમાં 4.01 mm વરસાદ પડ્યો હતો.
આવતીકાલે વધુ વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે રાજ્યના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જો કે અમદાવાદ ઉપર આ સાયકલોનની (Shaheen cyclon) કોઈ વિપરીત અસર થવાની નથી.