ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારે પવન સાથે વરસાદના કારણે ઝાડ પડવાનો સિલસિલો યથાવત્ - અમદાવાદમાં વાવાઝોડાની અસર

આજે બપોર બાદ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પડી રહેલા વરસાદના કારણે અત્યાર સુધી કુલ 39 ફોન ફાયર વિભાગને માત્ર ઝાડ પડવાના આવી ચૂક્યા છે, ત્યારે ફાયર વિભાગ પણ કોલ મળતાની સાથે જ ઝાડ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. ગઈ કાલે પડેલા વરસાદમાં 30થી વધુ કોલ ફાયર વિભાગને ઝાડ પડવા માટે આવી ચુક્યા છે. જ્યારે આજે પણ વધારાના 9 કોલ આવ્યા છે.

અત્યાર સુધી 39 ઝાડ પડવાના ફોન ફાયર વિભાગમાં આવ્યા
અત્યાર સુધી 39 ઝાડ પડવાના ફોન ફાયર વિભાગમાં આવ્યા

By

Published : May 18, 2021, 3:49 PM IST

  • અમદાવાદમાં ઝાડ પડવાનો સિલસિલો યથાવત્
  • અત્યાર સુધી 39 ઝાડ પડવાના ફોન ફાયર વિભાગમાં આવ્યા
  • મનપાના તમામ વિભાગ કામગીરીમાં જોડાયા
  • ઇજનેર વિભાગ ઇજનેરને લગતી સમસ્યાના નિરાકરણમાં વ્યસ્ત

અમદાવાદ: જિલ્લામાં વરસાદ પડતાની સાથે જ મનપાના વિજિલન્સ વિભાગની ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. જ્યાં પાણી ભરાવવાના ફોન આવે અથવા તો માહિતી મળે ત્યાં મેનહોલ અને કેચપિટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રસ્તા ઉપર થતા નાના સેટલમેન્ટ અથવા તો બ્રેકડાઉનના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં ઝાડ પડવાનો સિલસિલો યથાવત્

આ પણ વાંચો:જામનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં અત્યાર સુધીમાં તૌકતે વાવઝોડાની કેવી છે અસર

એસ્ટેટ વિભાગની ટીમ ભયજનક પોસ્ટર્સ હટાવવાની કામગીરીમાં લાગી

બીજી તરફ મનપાના એસ્ટેટ વિભાગની ટીમ પણ એવા બોર્ડ અને બેનરો કે જેમના પવનના કારણે પડવાના ભય હોય તેમને હટાવવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત ખાનગી એકમોએ લગાવેલા બોર્ડ અને બેનરો હટાવવાની પણ નોટિસ એસ્ટેટ વિભાગ છેલ્લા બે દિવસથી આપી રહ્યું છે.

આ પણ વાંચો: વાવાઝોડાંની તૈયારીને લઇને અમદાવાદ ફાયર વિભાગ સજ્જ

ABOUT THE AUTHOR

...view details