ગુજરાત

gujarat

ETV Bharat / city

ગેરકાયદે 18 એકમો તોડી ,પાંચ એકમ કરાયા સીલ - South-west zone of the city

અમદાવાદ મનપાએ ગેરકાયદેસર દબાણ સામે લાલ આંખ કરી છે. શહેરના દક્ષિણ-પશ્વિમ ઝોનમાં આવેલા ગેરકાયદેસર દબાણને દુર કરવામાં આવ્યા હતા.

xx
ગેરકાયદે 18 એકમો તોડી ,પાંચ એકમ કરાયા સીલ

By

Published : Jun 8, 2021, 2:27 PM IST

  • ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યા
  • 18 ગેરકાયદેસર દુકાનો દુર કરવામાં આવી
  • પરમિશન વગર 115 યુનિટ સીલ કરવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે મનપાએ તવાઈની કામગીરી શરૂ કરી છે. સોમવારે અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા હાજીબાવાની દરગાહ પાસે અલીઝા કોમ્પ્લેક્સની 18 દુકાનો ગેરકાયદેસર હોવાના કારણે મનપાએ તોડી પાડી હતી. આ ઉપરાંત જે એકમો પાસે ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન ન હોય તેવા કુલ 115 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા.

નોટીસ હોવા છતા કોઈ કાર્યવાહી નહીં

અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી કાંતિભાઇ પટેલે ETV Bharatને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ 2017માં નઝીર વોહરા દ્વારા અલીઝા કોમ્પલેક્ષનું ગેરકાયદેસર બાંધકામ કરવામ આવ્યું હતુ. આ અંગે તેમને નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ બે વર્ષથી નોટીસ પાઠવ્યા હોવા છતાં તેમણે કોઈ કાર્યવાહી નહોતી કરી. સોમવારે મનપાએ બાંધકામ દૂર કર્યું હતું. આ બાંધકામ અંદાજિત 360 ચોરસ કિ.મી જેટલું હતું. જેમાં ત્રણ માળના બિલ્ડિંગમાં કુલ 18 જેટલી દુકાનો હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં ભૂમાફિયાઓ સામે જિલ્લા વહિવટી તંત્રની લાલ આંખ

પરમિશન હોય તેવા પાંચ એકમો કરાયા સીલ

જેમની પાસે પરમિશન ન હોય તેવા એકમો સામે પણ મનપાએ પગલાં લીધા હતા અને 5 એવા એકમોને પણ સીલ કરવામાં આવ્યા હતા જેમની પાસે પરવાનગી હતી. પશ્ચિમ ઝોનમાં અકીની કોમ્પ્લેક્સ અને નવા વાડજમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગને પણ સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત મધ્ય ઝોનમાં આવેલા હોટલ રોયલ હાઇનિઝ તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આશાપુરા ગેસ્ટ હાઉસ અને પૂર્વ ઝોનમાં વાઘજીભાઈ એસ્ટેટને સીલ મારવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન દ્વારા 3 અલગ-અલગ ઝોનમાં ગેરકાયદેસર દબાણ હટાવાયા

ABOUT THE AUTHOR

...view details