ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશ્વ અંગદાન દિવસે IKDRC દ્વારા ઓનલાઇન જાગૃતિ ફેલાવી ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરાશે - Organ transplants in gujarat

વિશ્વ અંગદાન દિવસે ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર IKDRC દ્વારા અંગદાન વિશે ઓનલાઇન જાગૃતતા ફેલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ-19ની અસરને પગલે આ અંગે કામગીરી થોડી ધીમી પડી ગઈ હતી પરંતુ હવે ઓનલાઇન માધ્યમ દ્વારા લોકોમાં અંગદાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે.

વિશ્વ અંગદાન દિવસે IKDRC દ્વારા ઓનલાઇન જાગૃતિ ફેલાવી લોકોને પ્રોત્સાહિત કરાશે
વિશ્વ અંગદાન દિવસે IKDRC દ્વારા ઓનલાઇન જાગૃતિ ફેલાવી લોકોને પ્રોત્સાહિત કરાશે

By

Published : Aug 13, 2020, 10:02 PM IST

અમદાવાદ: અમદાવાદ: ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર IKDRC દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન અને તેના પ્રત્યારોપણ વિશે લોકોને માહિતી આપી ઓનલાઇન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આઇકેડીઆરસી-આઈટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ ઉમેર્યું કે કોવિડ-19ના ડરના કારણે અંગદાન ચળવળ વાસ્તવિક રૂપે બંધ થઇ ગઇ છે.

એક અહેવાલ પ્રમાણે, વાર્ષિક ધોરણે કરવામાં આવતા ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ભારતમાં પ્રતિ મિલિયન અંગદાનનો દર 0.86 છે, જ્યારે તેની સરખામણીમાં સ્પેનમાં 46.9 અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 31.96 પ્રતિ મિલિયન દર જોવા મળે છે. જો કે, ભારત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમાંકના સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, પહેલા ક્રમાંકે અમેરિકા છે.

"જો લોકો અંગદાનના માધ્યમથી નવજીવનની ભેટ આપવાના મહત્વને સમજે તો અમે સરળતાથી 1 મિલિયન પ્રતિ વ્યક્તિના સાધારણ લક્ષ્યની સાથે માગને પૂરી કરી શકીએ છીએ." આ વાત પર ભાર મૂકતા ડૉ. મિશ્રાએ ઉમેર્યું કે અંગદાન પ્રાપ્તકર્તાઓની પ્રતિક્ષા યાદી મૃત દાતાના અંગદાનમાં વધારો થતા ખતમ થઇ જશે.

IKDRC સરકારી કર્મચારીઓ, શાળાઓ, કોલેજો, ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓના સગાઓ, સમુદાયો અને ધાર્મિક સંસ્થાઓને અંગદાન પ્રતિજ્ઞાની લિંક મોકલવાની યોજના બનાવી રહી છે. જો કે, એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 1.8 લાખ લોકો રેનલ ફેલ્યોરથી પીડાય છે, જ્યારે ભારતમાં બે લાખ લોકો લીવરની ખરાબીના કારણે મૃત્યુ પામે છે.

IKDRC છેલ્લા 25 વર્ષમાં આશરે 6500 અંગ પ્રત્યારોપણ પૂર્ણ કર્યા છે. મૃતક દાતા કિડની ટ્રાન્સપ્લાન્ટ માર્ચ 2020 સુધીમાં ઘટીને 19 થઇ ગયા હતા, જે ગત વર્ષે 87 હતા. મૃતક દાતા કિડની પ્રત્યારોપણ છેલ્લાં 13 વર્ષમાં માત્ર 943 રહ્યું હતું. વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઑગસ્ટે યોજવામાં આવે છે. આ દિવસનો હેતુ મૃત્યુ બાદ તેમના સ્વસ્થ અને અમૂલ્ય અંગોના દાન માટે લોકોને પ્રેરણા આપવાનો છે.

મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે, કારણે કે બ્રેઈન ડેડ વ્યક્તિમાંથી આઠ અંગોને હાર્વેસ્ટ કરી શકાય છે અને આઠ જુદા જુદા વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details