રોગપ્રતિકારક શક્તિ વધારવી છે તો આ રહી ઇમ્યૂનિટી બૂસ્ટર ચોકલેટ... જાણી લો કેવી રીતે બને છે - રોગપ્રતિકારક શક્તિ
લોકો હવે કોરોનાવાયરસથી બચવા માટે ઇમ્યૂનિટી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. અનલોક એક અને બે શરૂ થવાના કારણે લોકોને બહાર હરવાફરવાની છૂટ મળી છે તેથી દેશભરમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડોક્ટરથી લઈને નિષ્ણાતો સુધી દરેકનું એવું જ માનવું છે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી એ જ કોરોનાથી બચવાનો એકમાત્ર રસ્તો છે અને આ વાતને ધ્યાનમાં રાખીને લોકો આજકાલ બધી જ વાનગીઓ હેલ્ધી હોય તેનું ધ્યાન રાખી રહ્યાં છે. હવે આ સાથે જ શહેરમાં શિલ્પા ભટ્ટે ઇમ્યૂનિટી વધારતી ચોકલેટ બનાવી છે.
અમદાવાદઃ કોરોના મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી આવશ્યક બની ગઈ છે ત્યારે homemade ચોકલેટ અને ખાસ કરીને ઇમ્યુનિટી બૂસ્ટ કરતી ચોકલેટની માગ વધી છે. જોકે lockdown તેમ જ unlock થયા બાદ ચોકલેટ મેકર્સ અને લવર્સમાં પણ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઇમ્યૂનિટી ચોકલેટ ડિમાન્ડમાં છે ત્યારે હવે રક્ષાબંધન અને ગણેશ ઉત્સવ પણ આવી રહ્યાં છે ત્યારે લોકો ઇમ્યુનિટી ચોકલેટ વધારે પસંદ કરી રહ્યાં છે. હાલ લોકો બહારની ચોકલેટ ખાવા કરતાં ઘરે જ ચોકલેટ બનાવીને ખાવાનું વધારે પસંદ કરી રહ્યાં છે અને જ્યારે તહેવારો પણ નજીકના ભવિષ્યમાં આવી રહ્યાં છે ત્યારે લોકો ઓનલાઈન પણ ઘરેબેઠાં ચોકલેટ બનાવતાં શીખી રહ્યાં છે ત્યારે આ રોગ પ્રતિકારક ચોકલેટની માગ વધી છે.