- રાજ્યમાં મ્યુકરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે
- કોગ્રેસ નેતાએ રાજ્ય સરકારને કરી રજૂઆત
- મ્યુકરમાઈકોસીસના દર્દીઓની મફત સારવાર કરવા કરૂ રજૂઆત
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્ચો છે. ત્યારે આ બીજી લહેર દરમિયાન મ્યુકરમાઈકોસીસના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત, ઈન્જેક્શનની અછત, દવાઓની અછત, ઈન્જેક્શનની કાળા બજારી જેવી અનેક સમસ્યાનો ભોગ લોકો બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓની મફત સારવાર કરવા માટે હાર્દિક પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે.
કોગ્રેસ નેતાએ રાજ્ય સરકારને કરી રજૂઆત આ પણ વાંચો-મ્યુકર માઇકોસીસની સારવાર કરવી હોય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી
દેશમાં સૌથી વધારે મ્યુકરમાઈકોસીસના કેસ ગુજરાતમાં
દેશમાં સૌથી વધારે મ્યુકરમાઈકોસીસના કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજ્ય સરકારને એક રજૂૂઆત કરી છે. હાર્દિક પટેલે મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવાની માગ કરી છે.
મ્યુકરમાઈકોસીસના દર્દીઓની મફત સારવાર કરવા કરૂ રજૂઆત આ પણ વાંચો-ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઇક્રોસીસનો રોગ વધ્યો કે નહીં તે બાબતે ટાસ્ક ફોર્સની રચના કરાઈ
રાજસ્થાનમાં પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓની વિનામૂલ્યે સારવાર થાય છે
હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, રાજ્યમાં લોકો ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત, ઈજેક્શનની અછત, દવાઓની અછત, ઈજેક્શનની કાળા બજારી જેવી અનેક સમસ્યાનો ભોગ બન્યા છે. આજે મ્યુકરમાઈકોસીસ રોગના અંદાજિત 2,281થી વધુ કેસ હાલ રાજ્યમાં છે અને હાલ મ્યુકરમાઈકોસીસ રોગ દિન-પ્રતિદીન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ખાનગી હોસ્પટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પોષાય તેમ નથી. હાલમાં જ રાજસ્થાન સરકારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓની મફત સારવાર કરવાનો નિર્ણય કર્યો છે. તો રાજ્ય સરકારે પણ આ અંગે નિર્ણય લેવો જોઈએ.