અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને પદને લઈને છેલ્લા કેટલાય સમયથી નારાજગી ચાલી રહી હતી, જેને લઇ અંતે કલાકાર વિજય સુંવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટી છોડવાનો નિણર્ય (change of party in gujarat) કર્યો હતો. આપના બન્ને નેતા અને અમદાવાદ યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે પણ પાર્ટીમાં રાજીનામુ આપતા અનેક કાર્યકરોમાં નારાજગી શરૂ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે બન્ને નેતાના રાજીનામા થકી પાર્ટી પડી ભાંગી છે.
કમલમમાં શું બની ઘટના
ગુજરાતમાં પેપરલીક (Head clerk paper leak) કૌભાંડને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેને લઈ આપ નેતા યુવરાજસિંહ જાડેજા એક બાદ એક પર્દાફાશ કરતા હતા, જેને લઈ આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ ચેરમેન અસિત વોરોના રાજીનામાની માંગ સાથે કમલમ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં વિરોધ ઉગ્ર થતા બન્ને પક્ષ આમને સામને આવી ગયા હતા. જેને લઈ આપના નેતાઓ પર પોલીસ કાર્યવાહી થઈ હતી અંતે જેલમાં જવાનો વારો આવ્યો હતો.
આપમાં શું છે આંતરિક વિવાદ?
આમ આદમી પાર્ટી દ્વારા કમલમમાં કરવામાં આવેલા વિરોધ (Aap protest at kamalam)માં ક્યાંક સવાલો ઉપસ્થિત થયા હતા. જેમાં આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પોતાની મનમાની ચલાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. જેને લઈ પાર્ટીમાં આંતરિક વિવાદ પણ શરૂ થયો છે. જો કે, આજ આંતરિક વિવાદને લઈ ક્યાંક મહેશ સવાણી અને વિજય સુંવાળાએ રાજીનામું આપ્યું છે. તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા પોતાની લોબિંગ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત "આપ"ને હાઇકમાન્ડનો સાથ નથી
ગુજરાતમાં હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા માહોલ ગરમાયો હતો, જેને લઈ આપ પાર્ટીએ કમલમમાં વિરોધ કર્યો હતો. જો કે, આપના કાર્યકરો જેલમાં ગયા બાદ દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાત આમ આદમી પાર્ટીને સાથ મળ્યો ન હતો તેવી વાત વહેતી થઈ હતી. જો કે, આંખે ઉડીને પણ વળગે તે પ્રકારે જ હતી કારણ કે તેઓના નેતા જેલમાં ગયા બાદ પણ દિલ્હીના સિનિયર નેતાઓ ગુજરાત આવ્યા ન હતા.