શિક્ષણ અને શિક્ષકો એ એક સિક્કાની બે બાજુ છે પરંતુ તેમના કાર્યને વેગ આપવો અને મંચ પર તેમની આગવી કાર્ય શૈલીને બિરદાવવી એ પણ જરૂરી છે. એજ્યુકેશન સાથે જોડાઈને સમાજને કંઈક આપવું એ ગંગાને પૃથ્વી પર લાવવા જેવું ભગીરથ કાર્ય છે. આ પ્રકારના કઠીન લક્ષ્યને હાંસલ કરવા ઓમ એજ્યુકેશન પ્રા.લિ. દ્વારા 1 ડિસેમ્બરે નેશનલ આઈકોન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં, પદ્મ સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા વિષ્ણુભાઇ પંડ્યા, અમિબેન અપાધ્યાય (કુલપતિ, ડૉ.બાબાસાહેબ આંબેકર ઓપન યુનિવર્સિટી), રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય (કટાર લેખક, જર્નાલિસ્ટ અને એજ્યુકેશન કાઉન્સેલર) ઉપસ્થિત રહ્યા હતા.
આ એક ભારતીય ઈતિહાસનો સૌથી મોટો નેશનલ એજ્યુકેશન આઈકોન એવોર્ડ હતો. આ દિવસના સાક્ષી બનવા માટે બૉલિવૂડના પ્રખ્યાત અભિનેત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા ઉર્મિલા માતોડકર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, સાથે લેફ્ટનન્ટ જનરલ જયપ્રકાશ નેહરા, શબલવંતસિંહ રાજપૂત, અમરીશ ડેર, કિંજલ દવે, જસ્ટિસ કે.એ.પુંજ, અમિતભાઇ ઠાકર, અશોક ગુર્જર, મનુ રબારી વગેરે હાજર રહ્યા હતા.
અમદાવાદમાં આઈકોન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય શિક્ષણ આઈકોન એવોર્ડ 2019ને યુનાઈટેડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોમિનેટ કરાયો હતો. કારણ કે, એક જ કલાકમાં ઓપન કરાયેલા નોમિનેશન રાઉન્ડમાં હાઈએસ્ટ નંબર નોમિનેશનના મળ્યા હતા. જેથી યુનાઈટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળશે.
ડૉ.ઉમેશ ગજ્જરે આ પ્રસંગે વાત કરતા જણાવ્યું કે, 'શિક્ષણ એ કોઈપણ સમાજના પાયાના પથ્થર છે અને એક સમાજ માત્ર શિક્ષણના કારણે આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ કરે છે. શિક્ષકો સમાજને વિકાસ તરફ દોરવાનો પ્રયત્ન કરે છે તે ખરા અર્થમાં સન્માનનીય છે. આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે તેમને પ્રોત્સાહીત કરવા માટે યોજવામાં આવ્યો હતો.