- કોરોના માટે ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) બનાવેલી દવાને ICMRએ આપી મંજૂરી
- આયુર્વેદિક ઈમ્યુરાઇઝ દવા (Ayurvedic Emurize Medicine) ટૂંક સમયમાં બજારમાં લોકોને નજીવી કિંમતે મળશે
- કોરોનાની પ્રથમ લહેર (Corona First Wave) દરમિયાન 2,500 લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો
અમદાવાદઃ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમરસ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન દર્દીઓ, પોલીસ, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફના 2,500 જેટલા લોકો પર સંમતિ સાથે દવાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સમય જતાં દવામાં સુધારાવધારા કરવામાં આવ્યા હતા અને આયુર્વેદિક દવા ઈમ્યુરાઈઝ તૈયાર કરવામાં આવી છે, જેનું યોગ્ય પરિક્ષણ કર્યા બાદ ICMR તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ICMR દ્વારા મંજૂરી મળતાં હવે દવા બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-કોરોના મહામારી વચ્ચે આશાનું નવું કિરણ, ઝાયડસ કેડિલાની દવા 'વિરાફિન'ને મળી મંજૂરી
કોરોનાની પ્રથમ લહેર (Corona First Wave) વખતે દવા માટે તૈયારી કરવામાં આવી હતી
આ મામલે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન જ લાઈફ સાયન્સ વિભાગ (Department of Life Sciences) દ્વારા દવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ લહેરની સાથે દવા માટે તૈયારી કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. લાઈફ સાયન્સ વિભાગના (Department of Life Sciences) પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આયુર્વેદિક દવા ઈમ્યુરાઇઝ (Ayurvedic Emurize Medicine) તૈયાર કરી છે. આને ICMRની મંજૂરી મળી છે.