ગુજરાત

gujarat

ETV Bharat / city

હું અહીં મેંગો ફેસ્ટિવલ માટે આવી છું, એ સિવાય બીજા પ્રશ્નો પૂછવા નહીં: મેયર બિજલ પટેલ - Replacement of Municipal Commissioner Vijay Nehra

લોકડાઉનની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં મેયરે મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ છે. જેમા ગીર સહિત રાજ્યભરમાંથી કેરી પકવતા ખેડૂતો આવ્યા હતા, ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશ્નર પદે રહેલા વિજય નહેરાની બદલીને લઈને મેયર બિજલ પટેલને સવાલ પુછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યુ હતું.

don't ask any other questions: Mayor Bijal Patel
હું અહીંયા મેંગો ફેસ્ટિવલ માટે આવી છું, એના સિવાયના બીજા કોઈ પ્રશ્નો પૂછવા નહીં: મેયર બિજલ પટેલ

By

Published : May 26, 2020, 3:40 PM IST

અમદાવાદઃ લોકડાઉનની સ્થિતિ વચ્ચે શહેરમાં મેયરે મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ છે. જેમા ગીર સહિત રાજ્યભરમાંથી કેરી પકવતા ખેડૂતો આવ્યા હતા, ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશ્નર પદે રહેલા વિજય નહેરાની બદલીને લઈને મેયર બિજલ પટેલને સવાલ પુછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યુ હતું.

હું અહીંયા મેંગો ફેસ્ટિવલ માટે આવી છું, એના સિવાયના બીજા કોઈ પ્રશ્નો પૂછવા નહીં: મેયર બિજલ પટેલ

શહેરમાં મેંગો ફેસ્ટિવલના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બિજલ પટેલને માત્ર મેંગો ફેસ્ટિવલ પર વાત કરવાનો મૂડ જોવા મળ્યો હતો. મેયર બિજલ પટેલને વિજય નહેરા અંગે સવાલ કરતા તેઓ ભડક્યા હતા, અને માત્ર કોરોના અને મેંગો ફેસ્ટિવલ અંગે સવાલ પૂછવા જણાવ્યું હતું. તેમણે વિજય નહેરાની બદલી અંગે જવાબ આપવાનું ટાળ્યુ હતુ. જિલ્લામાં વધતા કેસ અને કાબુ બહાર જઈ રહેલી કોરોનાની સ્થિતિ પર ભાજપના નેતાઓ પૂર્વ એએમસી કમિશ્નર વિજય નેહરાને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે આ મામલે જ્યારે પત્રકારોએ મેયર બિજલ પટેલને સવાલ કર્યો તો તેમની પાસે કોઈ જ જવાબ ન હતો અથવા તો તેઓ જાણી જોઈને જવાબ આપવા નહોતા માગતા.

ABOUT THE AUTHOR

...view details