ગુજરાત

gujarat

ETV Bharat / city

'હું દિલ્હી જઈ રહ્યો છું ગુજરાત મારું બીજું ઘર રહેશે': ચીફ જસ્ટિસ વિક્રમ નાથ - સુપ્રીમ કોર્ટ જજ

કોરોના મહામારી દરમિયાન ગુજરાતવાસીઓ અને સરકારનું માર્ગદર્શન કરવા તમામ પ્રયત્ન કરનારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા બહેન ત્રિવેદીને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેઓની સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક થતાં આ બંને જજને ગુજરાત હાઈકોર્ટમાં વિદાયમાન અપાયું હતું.

'હું દિલ્હી જઈ રહ્યો છું ગુજરાત મારું બીજું ઘર રહેશે': ચીફ જસ્ટિસ વિક્રમ નાથ
'હું દિલ્હી જઈ રહ્યો છું ગુજરાત મારું બીજું ઘર રહેશે': ચીફ જસ્ટિસ વિક્રમ નાથ

By

Published : Aug 27, 2021, 10:56 PM IST

  • ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનું ફેરવેલ યોજાયું
  • એડવોકેટ જનરલ અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટે કર્યું સંબોધન
  • બંને જજોએ ગુજરાતની ઐતિહાસિક ધરોહરના મહત્વનો કર્યો ઉલ્લેખ

અમદાવાદઃ ફેરવેલ દરમિયાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેના કાર્યકાળથી મને અસંખ્ય તક મળી છે જેમાંથી હું ઘણું શીખ્યો છું. જ્યારે હવે હું દિલ્હી જઈ રહ્યો છું ત્યારે ગુજરાત મારું બીજું ઘર હશે. ઉત્તરપ્રદેશ ભલે મારી જન્મભૂમિ હોય, પરંતુ ગુજરાત સાચા અર્થમાં મારી વાસ્તવિક કર્મભૂમિ રહ્યું છે.


અનન્ય સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ કરવાની પણ તક મળીઃ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ

ચીફ જસ્ટિસે પોતાની યાદોને વાગોળતાં જણાવ્યું કે મને જ્યારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકેની જવાબદારી મળી ત્યારે મને એમ હતું કે શું હું આવા મહાન ઇતિહાસ સાથેનાં રાજ્યમાં મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શકીશ છે કે કેમ? ગુજરાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓનું વતન રહ્યું છે. તેમણે ઉમેર્યું કે મને અહીં માત્ર અદભુત વ્યવસાયિક અનુભવો જ નથી મળ્યાં પણ તેની સાથે અનન્ય સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ કરવાની પણ તક મળી છે. ઉત્તરાયણના તહેવારથી નવરાત્રિના તહેવાર સુધી કચ્છના રણથી ગીરસોમનાથ સુધી.

ગુજરાતમાંથી વિદાય થતાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથે યાદો વાગોળી
મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે હું સુપ્રીમ કોર્ટમાં જઈશઃ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીજસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ જણાવ્યું કે હું ક્યારેય ન્યાયાધીશ બનવા માગતી ન હતી. મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે આ દિવસ મારા જીવનમાં આવશે અને હું સુપ્રીમ કોર્ટમાં જઈશ. ગાંધીજી કહેતાં હતાં કે ન્યાય અદાલત કરતા ઉચ્ચ અદાલત છે. તે અંતરાત્માની અદાલત છે. તે તમામ અદાલતોને વટાવી દે છે. હું તમને ખાતરી આપું છું કે હું તમારી અપેક્ષાઓ ઉપર ખરી ઉતરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આ સાથે તેમણે કોર્ટ માસ્ટરથી લઈને તેમની સાથે જોડાયેલા તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીને જવાબદારી સોંપાઈઆ સાથે આજે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસે ઓર્ડર કરી ગુજરાત હાઇકોર્ટ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીને પદભાર સંભાળવાની જવાબદારી આપી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ હવે જ્યારે સુપ્રીમ કોર્ટના જજ તરીકેની જવાબદારી નિભાવવા જઈ રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોઠારીને પદભાર સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ હાઈકોર્ટમાં સિનિયોરીટી મુજબ તેઓ પ્રથમ ક્રમે છે અહીં ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બરથી તેઓ પણ રીટાયર થવા જઈ રહ્યાં છે. ત્યારે એક સપ્ટેમ્બરથી એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે આર. એમ. છાયા જવાબદારી સંભાળશે.

ABOUT THE AUTHOR

...view details