ગુજરાત

gujarat

ETV Bharat / city

પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા - ક્રાઈમ ન્યૂઝ

અમદાવાદમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે. પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જોકે પત્નીના મૃત્યુ અને પતિના જેલ જવાથી ત્રણ માસૂમ દીકરીઓ હવે નિરાધાર બની ગઈ છે.

પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા
પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા

By

Published : Apr 4, 2021, 8:29 PM IST

  • અમદાવાદમાં ફરી ખેલાયો ખૂની ખેલ
  • નિકોલમાં પતિએ છરીના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી
  • પારિવારિક ઝગડાએ ઉગ્ર સ્વરૂપ કર્યું ધારણ

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં બપોરના સમયે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. જોકે પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.

અમદાવાદમાં ફરી ખેલાયો ખૂની ખેલ

આ પણ વાંચો:અંકલેશ્વરના કાગડીવાડમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા

આરોપી મિતેષને પોલીસને હવાલે કર્યો

નિકોલ વિસ્તારમાં રહેતો મિતેષ રવિવારે બપોરે તેમની પત્ની અને માતા-પિતા સાથે ઘરે હાજર હતો. જ્યારે ત્રણ બાળકીઓ પડોશમાં રમવા માટે ગઈ હતી. તે દરમિયાન આરોપી મિતેષને તેની પત્ની પીનલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં બેડરૂમમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરીને ગળા પર છરી ના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. જોકે મિતેષના પિતાને જાણ થતાં જ તેમને પોલીસને જાણ કરી હતી અને આરોપી મિતેષને પોલીસને હવાલે કર્યો હતો.

આ પણ વાંચો:પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ઘર કંકાસ બંધ ન થતા પરિણામ લોહિયાળ આવ્યું

પોલીસનું કહેવું છે કે, આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા અને તેને લઇને મૃતક પત્ની તેમના પિયર પણ જતા રહ્યા હતા. જોકે પંદર દિવસ પહેલા આરોપી તેને અહીં લઈ આવ્યો હતો પરંતુ ઘર કંકાસ બંધ ન થતા અંતે તેનું પરિણામ લોહિયાળ આવ્યું છે. પોલીસ પૂછપરછ કરતા આરોપી મિતેષ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો.

ABOUT THE AUTHOR

...view details