ગુજરાત

gujarat

ETV Bharat / city

પુત્ર-પત્નીના ત્રાસથી પતિએ સાબરમતીમાં લગાવી મોતની છલાંગ

અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ સાબરમતીમાં મોતની છલાંગ લગાવી મોતને (Husband jumps to death in Sabarmati) વહાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. પત્ની અને તેના દીકરાના અત્યાચારના કારણે યુવકે જીવન ટૂંકાવી દીધું. જે મામલે મૃતકના પિતાએ તેમની જ પુત્રવધુ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પુત્ર-પત્નીના ત્રાસથી પતિએ સાબરમતીમાં લગાવી મોતની છલાંગ
પુત્ર-પત્નીના ત્રાસથી પતિએ સાબરમતીમાં લગાવી મોતની છલાંગ

By

Published : Feb 5, 2022, 5:34 PM IST

અમદાવાદ:અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ સાબરમતીમાં છલાંગ લગાવી આપઘાત (Husband jumps to death in Sabarmati) કર્યો છે, જેની સસરાએ પુત્રવધૂ અને તેના પૌત્ર પર પુત્રને આપઘાત કરવા પ્રેરવા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. જેમાં મૃતકના પિતાનો આક્ષેપ છે કે, પુત્રવધૂ અને પૌત્ર તેમના નામે દુકાન અને મકાન કરાવવા માટે દબાણ કરતા અને પતિ પાસે વાસણ ધોવડાવવા સહિતના કામ કરાવતી હતી. પુત્ર તેના પિતાને મળવા ગયો તો, તેને લાફો મારી ઘરથી બહાર કાઢી મૂક્યો હતો, જેથી કંટાળીને પતિ જગદીશ રામસિંધાનીએ સાબરમતી નદીમાં કુદી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેથી સસરાએ તેની પુત્રવધૂ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચો:Murder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હૂમલો કર્યો

પત્ની પતિ અને સસરાને મકાન અને દુકાન નામે કરવાનું દબાણ કરતી

સરદારનગરમાં રહેતા જગદીશ રામસિંધાનીના લગ્ન 1998 માં થયા હતા. લગ્ન બાદ તેનો પરિવાર અલગ રહેતો પણ થોડા વર્ષથી પરિવારમાં કકળાટ શરૂ થયો. 2019 ના વર્ષથી પત્ની તેના પતિ અને સસરાને મકાન અને દુકાન તેના નામે કરવાનું દબાણ કરતી હતી, જોકે સસરાએ મકાન તેના પુત્રના નામે કર્યું તો પણ પત્નીનો ત્રાસ યથાવત રહ્યો, પણ જ્યારે જગદીશે તેના પિતાને આ મામલે જાણ કરી અને પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીએ દાદાને કેમ જાણ કરી કહીને પતિને લાફા માર્યા, તો પુત્રએ પણ આ બાબતે માતાનો સાથ પૂર્યો હતો.

આ પણ વાંચો:Couple Suicide in Morbi : વાંકાનેરના દલડી નજીક ભાવિ નવદંપતિએ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી

મૃતકના પિતાએ પુત્રવધુ અને પૌત્ર સામે ફરિયાદ કરી

આ ઘટના 20 જાન્યુઆરીએ બની હતી, તે દિવસે પત્નીએ પતિને લાફો મારી ઘરમાંથી કાઢી મૂક્યો હતો, જેથી જગદીશ સાબરમતી નદી પર આવેલ ઈન્દિરાબ્રિજ ઉપરથી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતુ, જે બાદ 26 જાન્યુઆરીએ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ મૃતકના પિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પુત્રવધુ અને પૌત્ર સામે ફરિયાદ કરતા પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ACP જી ડિવીઝનનના વી એન યાદવે જણાવ્યું કે, હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે પિતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ઘરી છે. પોલીસે પુત્રવધુ અને પૌત્રને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details