અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પરણિતા સંગીતાએ પોતાના પતિ રામચંદ્ર અહારી સહિત 4 લોકો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી સંગીતા અને તેનો પ્રેમી કાંતિલાલ વસ્ત્રાપુરના દ્વારકેશ ટાવરમાં રહેતા હતા. જેની જાણ સંગીતાના પતિ રામચંદ્રને થતા અન્ય આરોપી ભરત તેના મિત્ર રાકેશ અને વિકાસને લઇ ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદી અને તેના પ્રેમી સાથે મારામારી કરી ફરિયાદીની બહેનનું અપહરણ કર્યું હતું.
અમદાવાદ: પતિ પત્નીના ઝગડામાં પતિએ કર્યું સાળીનું અપહરણ - વસ્ત્રાપુર પોલીસ
અમદાવાદ શહેરમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડાએ હદ્દ પાર કરી અને એ ઝઘડો પત્નીના બહેનની અપહરણના ગુના સુધી પહોંચ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે અપહરણનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી અપહ્યત મહિલાને છોડાવી હતી.
અમદાવાદ
દ્વારકેશ ટાવરમાં અચાનક હંગામો અને મારામારી થતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં પહોંચતા મહિલાનુ અપહરણ થયું હોવાની વાત સામે આવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી 3 આરોપી રામચંદ્ર, ભરત અને તેમની મદદ કરનાર ધનેશ્વર નામના 3 આરોપીની ધરપકડ કરી છે.
વસ્ત્રાપુર પોલીસે અપહરણના ગુનામા બે આરોપી અને મદદ કરનારા એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ આ ગુનાના અન્ય આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.