ગુજરાત

gujarat

ETV Bharat / city

AMTS-BRTS બંધ રહેતા કોર્પોરેશનને ભારે ખોટ - અમદાવાદ ન્યૂઝ

રાજયમાં કોરોનાના વધતા જતા કેસના કારણે ફરી એક વખત આંશિક લોકડાઉનની કોર્પોરેશનને જરૂરિયાત પડી છે, ત્યારે અનલોક બાદ 50 ટકા કૅપેસિટી સાથે ચાલતી AMTS અને BRTS બસ સેવા છેલ્લા પંદર દિવસથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે કોર્પોરેશન તંત્રને છેલ્લા પંદર દિવસમાં સાડા ચાર કરોડનું નુકસાન થયું છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર
રાજ્યમાં કોરોનાની બીજી લહેર

By

Published : Apr 4, 2021, 7:33 PM IST

  • રાજ્યમાં કોરોનાની બીજી લહેર
  • કોરોનાના કેસમાં વધારો થતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ
  • AMTS-BRTS બંધ થતાં તંત્રને મોટું નુકસાન

અમદાવાદ: રાજ્યમાં અનલોક બાદ શરૂઆતમાં 50 ટકા બસ દોડાવવામાં આવી હતી. ત્યારબાદ તમામ બસો દોડાવી અને લોકડાઉન દરમિયાન થયેલી ખોટ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. જોકે રાજયમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા કાબૂમાં લેવા માટે 18 માર્ચથી શહેરનું પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજની રૂપિયા 30 લાખની આવક બંધ થઈ ગઈ છે. જેના કારણે ખૂબ જ મોટી ખોટ ભોગવવાનો તંત્રને વારો આવ્યો છે.

AMTS-BRTS બંધ થતાં તંત્રને મોટું નુકસાન

આ પણ વાંચો:સુરતના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં 300 સિટી બસ અને BRTS સેવા બંધ

રિક્ષાચાલકોએ વધાર્યુ ભાડું

બીજી તરફ AMTS અને BRTS બંધ થતાં જ રિક્ષાચાલકોએ લોકોને લૂંટવાનો શરૂ કર્યું છે, તો કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી પ્રવાસી પાસેથી ત્રણ ગણું ભાડું માંગી રહ્યા છે અને લોકોને નોકરી પર જવાનું હોવાના કારણે અન્ય કોઈ વિકલ્પ ન મળતાં રિક્ષાચાલકોને માંગ્યુ ભાડું ચૂકવી રહ્યા છે.

આ પણ વાંચો:કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ

કોર્પોરેશન તંત્રને BRTSમાંથી મળતી આવક પણ બંધ થઈ

બસમાં અનલોક બાદ પેસેન્જર ઓછા આવતા આવક થઇ ન હતી. જોકે ત્યારબાદ પેસેન્જરો વધતા લાખ સુધીની આવક પહોંચી હતી. જોકે ફરીથી બસ બંધ થતા આવક પણ બંધ છે, એટલે રોજનું લગભગ 13 લાખથી વધુની આવક કરતું BRTS તંત્ર પણ હાલ ખોટ ખાઇ રહ્યું છે. બસ બંધ થતાં જ કોર્પોરેશન તંત્રને BRTSમાંથી મળતી આવક પણ બંધ થઈ ગઈ છે. જેનું મોટું નુકસાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ ચૂકવી રહ્યું છે. મહત્વનું છે કે, કોન્ટ્રાક્ટરોને લોકડાઉન દરમિયાન પણ બસ માટેનું ભાડું ચૂકવવામાં આવતું હતું. હજુ જેટલા દિવસ બંધ રહેશે એટલા દિવસનું ભાડું પણ તંત્રએ કોન્ટ્રાક્ટરોને ચૂકવવું પડે છે. જેના કારણે ખોટમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.

અનલોક બાદ BRTSની દૈનિક આવક 13 લાખ સુધી પહોંચી હતી

BRTSના અધિકારી વિશાલ ખનામા સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, અનલોક બાદ BRTSની દૈનિક આવક 13 લાખ સુધી પહોંચી હતી, પરંતુ કોરોના કેસમાં ફરી વધારો થતાં બસો બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે આવક પણ બંધ થઈ ચૂકી છે. જેના લીધે કોર્પોરેશન સહિત તંત્રને ખૂબ જ મોટી નુકસાની ભોગવવાનો વારો આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details