ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણો, તમારી પાસે આવેલા રેમડેસીવીર અસલી છે કે નકલી ?

કોરોનાના વધી રહેલા સંક્રમણમાં રેમડેસીવીર ઇન્જેકશનની માગ એટલી બધી વધી ગઇ છે કે, રેમડેસીવીરની કાળાબજારી વધી ગઇ છે અને નકલી રેમડેસીવીર પણ મોટા પ્રમાણમાં માર્કેટમાં ફરી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા પણ સતત નકલી રેમડેસીવીર બનાવતી ફેક્ટરીઓ ઝડપી પાડવામાં આવે છે.

જાણો, તમારી પાસે આવેલા રેમડેસીવીર અસલી છે કે નકલી ?
જાણો, તમારી પાસે આવેલા રેમડેસીવીર અસલી છે કે નકલી ?

By

Published : May 3, 2021, 10:11 PM IST

  • નકલી રેમડેસીવીર બનાવતી ફેક્ટરી પોલીસ ઝડપી રહી છે
  • ડિમાન્ડ વધતા કાળા બજારી અને નકલી ઇન્જેક્શનોને મળ્યું પ્રોત્સાહન
  • જો બારકોડ કે QR કોડ કંપની દ્વારા છાપવામાં આવે તો નકલી પર રોક લગાવી શકાય
    જાણો, તમારી પાસે આવેલા રેમડેસીવીર અસલી છે કે નકલી ?

અમદાવાદઃ રાજયમાં કોરોના વાઇરસના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજયની તમામ હોસ્પિટલો પણ ફૂલ થઇ ચુકી છે. લોકોની સ્થિતિ પણ ગંભીર થઇ રહી છે. તમામ મોટી હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ અને દવાઓની અછત પડવા લાગી છે. મહામારીમાં એન્ટીવાયરલ દવા રેમડેસીવીરની માગ પણ સતત વધી રહી છે. જેને લઇને કાળા બજારી પણ વધી રહી છે. તો માર્કેટમાં નકલી રેમડેસીવીર પણ ઝડપાઇ રહ્યા છે. પોલીસ વિભાગમાં વિવિધ શહેરોમાં રેડ પાડી કાળા બજારી કરતા લોકો અને નકલી રેમડેસીવીર બનાવતા લોકોને પણ ઝડપી લેવામાં આવે છે.

અસલી ઈન્જેક્શનની માહિતી

આ પણ વાંચોઃમોરબી પોલીસે નકલી રેમડેસીવીર વેચતાં 6ની કરી ધરપકડ

લોકો મોંઘા ભાવે ખરીદવા મજબૂર

રેમડીવીરની વધતી જતી માગને લઇને લોકો મોંઘા ભાવે ખરીદવા મજબૂર છે. કાળા બજારમાં 20 હજારથી લઇને 40 હજારના ભાવે રેમડેસીવીર વેચાઇ રહ્યાં છે. મહામારીમાં કેટલાક લોકો સંગ્રહાખોરીમાંથી બાજ આવી રહ્યા નથી અને લોકોને મોંઘા ભાવે ઇન્જેકશન વેચી રહ્યા છે. તેવામાં નકલી રેમડેસીવીર લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે.

અસલી ઈન્જેક્શન

જાણો નકલી અને અસલી વચ્ચે શું છે તફાવત ?

  1. 100 મિલિગ્રામનું એક ઇન્જેક્શન માત્ર પાવડરના સ્વરૂપમાં શીશીમાં હોય છે. બધા ઇન્જેક્શન 2021માં બનાવવામાં આવ્યા છે.
  2. Rx Remdesivir for Injectionએ ઈન્જેક્શનની બધી શીશીઓ પર લખેલું હોય છે. અસલીમાં Rx લખેલ હોઇ છે. નકલીમાં નથી હોતું.
  3. 100 mg/Vialમાં V કેપિટલ હોઇ છે. નકલીમાં સ્મોલ હોઇ છે.
  4. અસલી રેમડેસીવીરના પેકેટ પર અંગ્રેજીમાં For use in લખેલું છે, જ્યારે નકલીવાળામાં for use in.. નકલીવાળામાં કેપિટલ લેટરથી શરૂઆત થતી નથી.
  5. અસલી પેકેટની પાછળ ચેતવણી લાલ રંગથી છે, જ્યારે નકલી પેકેટ પર ચેતવણી કાળા રંગમાં છે.
  6. નકલી પેકેટો પર સ્પેલિંગમાં તમામ ભૂલો છે. જેને ધ્યાનથી વાંચવા પર પણ સ્પષ્ટતા થઇ જશે.
  7. અસલી રેમડેસીવીર ઇન્જેકશનની કાચની શીશી ખૂબ જ હળવી છે.
  8. નકલીમાં કંપનીનું એડ્રેટ પણ ખોટું આપવામાં આવે છે.
  9. નકલીમાં લાઇસન્સ નંબર આપવામાં આવતો નથી.
  10. કાળા બજારીમાં 99 ટકા નકલી ઇન્જેકશન હોઇ છે.

ફાર્મા કંપનીઓને અપીલ

તમામ મોટી કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટ પર બારકોર્ડ સ્ટીકર આપવામાં આવે છે. જેના દ્વારા કોઇ પણ વ્યક્તિ બારકોડ સ્કેન કરી પ્રોડક્ટની જાણકારી મેળવી શકે છે. અસલીમાં જો બારકોડ આપવામાં આવે તો કોઇ પણ વ્યક્તિ તેમને સ્કેન કરી જાણકારી મેળવી શકે છે, પરંતુ નક્લીમાં બારકોડ પણ જો છાપવામાં આવશે, તો ખરીદનાર લોકોને ઝડપથી જાણકારી મળી જશે અને લોકોને મોટો ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details