અમદાવાદભારત દેશ આઝાદ થયાને 75 વર્ષની (75 years of independence) ઉજવણી જાણે દિવાળી તહેવાર હોય તેમ ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષો સુધી અંગ્રેજોની સામે લડત મેળવ્યા બાદ એક નવા યુગની શરૂઆત થવાની હતી, પરંતુ 14 ઓગસ્ટના દિવસે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. જેથી પાકિસ્તાન 14 ઓગસ્ટ અને ભારત 15 ઓગસ્ટના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યું છે, પરંતુ ભાગલા શા માટે પાડવામાં આવ્યા અને તેસમે કેવી સમસ્યા ઉદ્દભવી હતી.
1940માં અલગ મુસ્લિમ દેશમી માગ કરવામાં આવી1906માં ભારતીય મુસ્લિમોના અધિકારોના રક્ષણ માટે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી.આ પછી અનેકવાર હિન્દૂ મુસ્લિમના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. હિન્દૂ મુસ્લિમ વચ્ચેના તણાવો દિવસેને દિવસે વધી રહ્યા હતા.જેમાં પગલે 1938માં મહાત્મા ગાંધી અને મોહમદ અલી ઝીણા વચ્ચે મુસ્લિમોને લઈને વાતચીત થઈ હતી. આઝાદી મેળવવા અનેક આંદોલન થયા હતાં, પરંતુ હિન્દૂ મુસ્લિમના તણાવો દિવસેને દિવસે વધી રહ્યા હતા. જેને પગલે 1940માં મોહંમદ અલી ઝીણાએ પહેલીવાર અલગ મુસ્લિમ દેશમી માંગણી મૂકી હતી.
આ પણ વાંચોSDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો
ભારે હિંસા થતા બંને દેશનું કરવામાં આવ્યું હતું વિભાજન1946ની કેબિનટ બેઠકમાં હિંદુ મુસ્લિમને સાથે રહેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુસ્લિમ લીગે કેબિનેટ બેઠકથી દૂર રહીને આંદોલન શરૂ કર્યું હતું. જેના પગલે બંગાળમાં ભારે હિંસા ફેલાઈ જેમાં 5000 લોકો માર્યા ગયા હતા. આ લડાઇ માત્ર બંગાળ જ નહીં અનેક રાજ્યોમાં ફેલાઈ હતી. જેના પગલે 29 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે બંધારણ સભાન વિસર્જનની માગ કરી હતી. બંને દેશને ભાગલા પડવાની મંજૂરી આપવામાં આવી હતી.
3 જૂને ભારતના ભાગલાની કરાઈ હતી જાહેરાત3 જૂન 1947ના રોજ ભારત અને પાકિસ્તાન ભાગલા પડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વિભાજન કરવુ શક્ય નહોતું કારણે કે, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવાને કારણે 1 લોકોને વિસ્થાપિત થવું પડે તેમ હતું. કારણે કે, જન સંખ્યાની સાથે જમીન, જળ, સંપત્તિ સહિત અનેક મિલકતો ભાગ પડવાના હતા.આ ભાગલા કારણે આજે પણ ઇતિહાસમાં સૌથી મોટું વિભાજન ગણવામાં આવે છે.