ગુજરાત

gujarat

ETV Bharat / city

સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય? જાણો એક્સપર્ટ પાસેથી... - સાયબર ફ્રોડ

વિશ્વમાં ટેકનોલોજી વધવાની સાથે સાથે તેને લગતાં અપરાધમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના આ સમયમાં જ્યારે લોકો ભૌતિક નાણાંની જગ્યાએ આભાસી નાણું વાપરવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે નાગરિકો સાથે ફ્રોડ પણ વધ્યો છે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં જ છેલ્લાં ત્રણ મહિનામાં 200 કરોડનો સાયબર ફ્રોડ નોંધાયો છે.

સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય ? જાણો એક્સપર્ટ પાસેથી...
સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય ? જાણો એક્સપર્ટ પાસેથી...

By

Published : Jul 3, 2020, 5:53 PM IST

Updated : Jul 4, 2020, 3:41 PM IST

અમદાવાદ: સામાન્ય રીતે લોકડાઉનમાં લોકો ઘરે રહેતાં મોબાઈલ પર વધુ સમય વિતાવતાં હતાં. તેથી સાયબર માફિયાઓએ આ સમયનો લાભ ઉઠાવીને લોકોને છેતરવા લાલાચમણી જાહેરાતો, મેસેજ અને મેઈલ મોકલવાના શરૂ કર્યા છે. આવી ઓફરોમાં નોકરીની ઓફર, લોટરીની લાલચ, સસ્તી ચીજવસ્તુઓની લાલચ, બેન્કના નામે નકલી ફોન આવવો વગેરે દ્વારા લોકોને લલચાવીને ફસાવવામાં આવતાં હોય છે. ઈન્ટરનેટ દ્વારા લોકોને લિંક કે મેસેજમાં અટેચમેન્ટ મોકલીને પર્સનલ ડેટા તેમજ બેન્કનો ડેટા હેક કરી લેવાય છે. ત્યારબાદ ખાતાંમાંથી પૈસા ઉપાડી લેવાય છે.

સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય? જાણો એક્સપર્ટ પાસેથી...
અમુક માલવેરને તમારા ડિવાઇસમાં મોકલીને સિમ સ્વાઇપ કરી શકાય છે, તો ડેટા પણ કોપી કરી શકાય છે. તમારી અંગત પળો પણ હેકર્સ સુધી પહોંચી શકે છે. જે તમારી પાસેથી રૂપિયા પડાવવા તમને બ્લેકમેઇલ પણ કરી શકે છે. એટલે કોઈ પણ નોટિફિકેશન કે મેસેજના રિપ્લાયમાં 'OK' કે 'YES' દબાવતી વખતે 100 વખત તપાસ કરી લેવી જેથી પાછળથી પસ્તાવું ન પડે.
સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય ? જાણો એક્સપર્ટ પાસેથી...
આવા સાયબર ફ્રોડથી બચવા કોઈ પણ અજાણ્યા મેસેજ કે મેઇલનો રીપ્લાય આપવાનું ટાળવું જોઈએ. ગૂગલ દ્વારા મોબાઈલ એપની સિક્યૂરિટીને લઈને ખૂબ સતર્ક છે. તેમ છતાં અજાણી એપ ડાઉનલોડ ન કરવી જોઈએ. સુરક્ષાની રીતે મોબાઇલની ios ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ કરતાં વધુ સલામત છે. ઓનલાઇન બેન્કિંગ ફ્રોડથી બચવા અજાણ્યા ડિવાઇસ દ્વારા બેન્ક એકાઉન્ટમાં લોગઇન કરવું નહીં કે બેન્ક ટ્રાન્સઝેક્શન કરવું નહીં. કોઈ પણ ઓનલાઇન જાહેરાત દ્વારા વસ્તુ ખરીદતાં પહેલાં કંપની વિશેની ડિટેલ્સ મેળવી લેવી.ડિજિટલ ઇન્ડિયાની વાતો ભલે થાય, પણ સાયબર સુરક્ષાની દ્રષ્ટિએ આપણે બહુ પાછળ છીએ. ઈન્ટરનેટ અને સાયબર ટેકનોલોજીને લઈને કાયદાઓ પણ ભારતીય ક્ષેત્રને લઈને બહાર જઇ શકતાં નથી. તેમ છતાં તમારી સાથે જો સાયબર ફ્રોડ થાય તો પોલીસનો સંપર્ક ચોક્કસ કરવો. પાછળથી પસ્તાવું ન પડે તે માટે સતર્ક રહેવું.

અમદાવાદથી આશિષ પંચાલનો અહેવાલ

Last Updated : Jul 4, 2020, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details