અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસના કેસો ઉત્તરોત્તર વધી રહ્યાં છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઇરસે માજા મૂકી છે. કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે શહેર પોલીસકર્મીઓ પણ શું સુરક્ષિત છે. તે જાણવાનો પ્રયાસ ETVBharatની ટીમે કર્યો છે. અમદાવાદના કોટ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોની મુલાકત લીધી અને જાણ્યું અમદાવાદ પોલીસ કેટલી સુરક્ષિત છે.
અમદાવાદનો કોટ વિસ્તારમાં કોરોના વાઇરસ માટે થઈ સૌથી વધારે સંવેદનશીલ ગણવામાં આવ્યો છે. જેના કારણકે કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં પણ આવ્યો છે, પરંતુ આ તમામ વચ્ચે રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા વધુમાં વધુ જાહેરનામાં ભંગના કેસો કરવા પણ આદેશ આપવામાં આવ્યાં છે.
આ તમામ વચ્ચે શહેર પોલીસ પણ અસુરક્ષિત હોય તેવો અહેસાસ કરી રહી છે કારણકે ETV Bharatના સંવાદદાતા પાર્થ શાહ કોટ વિસ્તારમાંના કાલુપુર, દરિયાપુર, કારંજ, સહિત શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકત લીધી જ્યાં પોલીસકર્મીઓને ક્યાંક માસ્ક આપવામાં આવ્યા છે, તો ક્યાં હાથના મોજા જ આવામાં નથી આવ્યાં. જેના કારણકે તેઓ કોરોના સામે પોતાની નિષ્ઠા પૂર્વક ફરજ તો નિભાવી રહ્યા છે, પરંતુ તેમનું માનવું છે કે અમારો પણ પરિવાર છે અને અમારી સુરક્ષા શું એક મોટો સવાલ બનીને બેઠો છે.
રાજ્ય પોલીસ જાહેરનામાં ભંગ બદલ અટકાયત કરતા આરોપીને પકડતા પણ હાલ ભયભીત થઈ રહી છે. કારણ કે તેનો મેડીકલ ટેસ્ટ થતો નથી અને તે કોરોના પોઝિટિવ છે કે નહીં જેનો ખ્યાલ તેમને પણ હોતો નથી. જેથી હવે તેમની એક જ માંગણી છે કે સરકાર પોલીસકર્મીઓ માટે પણ યોગ્ય સેફટી સાધન અને યોગ્ય નિર્ણય લે તો વધારે સારું ગણવામાં આવી શકશે.
ETV bharatના સંવાદદાતાને મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંંગ દરમિયાન બિન જરૂરી બહાર ફરી રહેલા એક વ્યક્તિની અટકાયત થઈ હતી. જે આરોપી અન્ય પણ ગુન્હામાં સંડોવાયેલા હોવાથી પોલીસે તેની અન્ય ગુન્હા હેઠળ પણ ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવ્યો ત્યારબાદ જાણ થઈ કે તે આરોપી કોરોના પોઝિટિવ છે. જેના લીધે હવે સંપૂર્ણ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ નિભાવી રહેલ ડી સ્ટાફના પોલીસકર્મીઓ ચિંતામાં મુકાયા છે, ત્યારે હવે રાજ્ય સરકાર પોલીસની સુરક્ષા સામે કઈ રીતના નિર્ણયો લે છે તે તો જોવું રહ્યું છે.