- પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો આજે શપથ લેશે
- શપથ ગ્રહણનું શુભ મુહૂર્ત બપોરે 12:39 કલાકે
- પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક પર ભાજપે કબજો કર્યો
- કોંગ્રેસના સૂપડા સાફ
- પોલિટિકલ પંડિતો માટે આંચકાજનક પરિણામ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આંચકાજનક આવ્યા છે. પોલિટિકલ પંડિતોએ પણ આવી કલ્પના કરી ન હતી કે, ભાજપ 8 માંથી 8 બેઠક જીતી જશે. કોરાનાકાળ અને લોકડાઉન પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં હજી મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો છે. કોરોનાકાળમાં ભાજપની કામગીરીને સ્વીકારી છે. મતદારો પક્ષપલટુ ઉમેદવાર છે, તે તમામ બાબત ભૂલી ગયા છે અને ભાજપ પર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે.
- 8 બેઠક પર કયા ઉમેદવારને કેટલા મત મળ્યા અને કેટલા મતથી વિજયી બન્યા..?
- મોરબી
મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મોરબીની પોલિટેકનીક કોલેજ ખાતે 35 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ જોવા મળ્યા હતા. બાદમાં 02 થી 14 રાઉન્ડ સુધી કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલ સતત આગળ રહ્યા હતા. જો કે, 15માં રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર આગળ નિકળ્યા હતા અને સતત 22 રાઉન્ડ સુધી આગળ વધતા રહ્યાં હતા. 23માં રાઉન્ડથી લીડ ઘટતી રહી હતી અને એક તબક્કે કોંગ્રેસ ઉમેદવાર આગળ નીકળી જશે, તેમ પણ લાગતું હતું. જો કે, અંતિમ રાઉન્ડ એટલે કે 35માં રાઉન્ડ સુધી લીડમાં વઘઘટ જોવા મળી હતી અને છેલ્લે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. મત ગણતરીના અંતરે કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલને 60,062 મત મળ્યા હતા, જ્યારે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને 64,711 મત મળતાં4,649 મતની લીડથી વિજયી બન્યા હતા.
- કરજણ
કરજણ બેઠક પર અક્ષય પટેલનો વિજય થયો છે. તેમનો 16,000 કરતાં વધુ મતથી વિજય થયો હતો. અક્ષય પટેલે શરૂઆતના પ્રથમ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી, જે છેલ્લાં રાઉન્ડ સુધી ચાલી રહી હતી. કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા બીજા ક્રમે અને નોટા 2283 મત સાથે ત્રીજા ક્રમે રહી હતી, જ્યારે બાકીના સાત ઉમેદવારો નોટાના કુલ મતો જેટલા મત પણ મેળવી શક્યાં ન હતા. મતગણતરીના અંતે ભાજપના અક્ષય પટેલને 76,831 મત મળ્યાં હતાં, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહને 60,422 મળ્યાં હતાં. ભાજપના અક્ષય પટેલનો 16,209 મતથી વિજય થયો હતો.
- ડાંગ
ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 મતથી વિજયી બન્યા હતા. ભાજપના ઉમેદવાર વિજય પટેલને કુલ 94,006 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવિતને કુલ 33,911 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર વિજય પટેલ 60,095 લીડથી જીતી ગયા હતા. ડાંગનાં કુલ મતની સંખ્યા 1,35,098 છે. ડાંગ વર્ષોથી કોંગ્રેસની બેઠક ગણાય છે, પણ ભાજપની જીત થતાં પોલિટિકલ પંડિતો વિચારતા થઈ ગયા છે. ડાંગમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય ગણી શકાય.
- અબડાસા