- DRDOના સહયોગથી બનાવવામાં આવશે હોસ્પિટલ
- GMDC કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે
- ડેમો માટે બેડ પણ ગોઠવાયા, કેન્દ્ર સરકારની મંજૂરી બાદ બનશે હોસ્પિટલ
- યુદ્ધના ધોરણે કામગીરી પૂરી પાડવા આદેશ
અમદાવાદ: રાજયમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને સરકાર પણ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેરની તમામ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં ફૂલ થઈ ગઈ છે, ત્યારે હવે વધતા જતા સંક્રમણને લઈને સરકાર આગોતરું આયોજન કરવા જઈ રહી છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આવેલા કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.
યુદ્ધના ધોરણે કામગીરી પૂરી પાડવા આદેશ આ પણ વાંચો:સોરાષ્ટ્રની ગુરુ ગોવિંદ હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફુલ
હોસ્પિટલને લઈને તમામ રિપોર્ટ કેન્દ્ર સરકારને રજૂ કરાયા
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમવારે પ્રજાજોગ સંદેશમાં જાહેરાત કરી હતી કે, અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટરમાં DRDOના સહયોગથી 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને રજૂઆત પણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં હોસ્પિટલ ઊભી કરવામાં આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ત્યારે મંગળવારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ કન્વેન્શન સેન્ટરની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલને લઈને તમામ રિપોર્ટ કેન્દ્ર સરકારને રજૂ કરવામાં આવ્યા હતા.
DRDOના સહયોગથી બનાવવામાં આવશે હોસ્પિટલ આ પણ વાંચો:મોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ
ETV BHARATની ટીમ કન્વેન્શન સેન્ટરની મુલાકાતે
ETV BHARATની ટીમે કન્વેન્શન સેન્ટરની મુલાકાત લીધી હતી, ત્યારે સામે આવ્યું હતું કે, કન્વેન્શન સેન્ટરની અંદર કેટલાક અલાયદા બેડ ઉભા કરવામાં આવ્યા છે અને ડેમો પણ ગોઠવવામાં આવ્યો હતો. જેના આધારે 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.
ઓક્સિજનની સુવિધા સાથેની આ હોસ્પિટલમાં 150 બેડનું ICU પણ હશે
132 ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 ICU બેડ હશે. જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. તેવું કોર કમિટીમાં નક્કી કરવામાં આવ્યું છે. કોરોનામાં દર્દીઓને પથારીઓ ઉપલબ્ધ નથી થઈ રહી ત્યારે આ નિર્ણય લેવાયો છે.
જરૂર પડે તો વધુ 500 પથારીઓ વધારવામાં પણ આવશે
કોરોનાના કેસો બેકાબુ બની રહ્યા છે. ફેમિલીમાં એક વ્યક્તિને કોરોના આવતા અન્ય પણ સંક્રમિત થઈ રહ્યા છે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા.
આગામી બે અઠવાડિયામાં હોસ્પિટલ કાર્યરત થાય માટે યુદ્ધના ધોરણે કામ શરૂ થશે
જોકે આ પ્રકારની વ્યવસ્થા બહુ પહેલા જ થઈ જવી જોઈતી હતી, પરંતુ વિજયના ઉન્માદમાં અન્ય ચૂંટણીઓમાં વ્યસ્ત સરકાર આ ભૂલી ગઈ હતી. પરંતુ જાગ્યા ત્યારથી સવાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત થઇ જાય તે માટે અગ્રતા અને યુદ્ધના ધોરણે કામ શરૂ કરવા માટે મુખ્યપ્રધાને DRDOના કર્નલ બી. ચૌબે અને અગ્ર સચિવશ્રી અંજુ શર્માને જરુરી સૂચનાઓ આપી હતી. જેથી અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે તાકીદે વ્યવસ્થા ઉભી કરી શકાય. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ ઉભી કરાશે. જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:સાબરકાંઠામાં કોરોનાવાઇરસ સામે લડવા 100 બેડની નવી હોસ્પિટલ તૈયાર કરાઈ
આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે
900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પ ડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટ રૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડયા અને DRDOના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.