- અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો
- 61 વર્ષીય વૃદ્ધાને ફસાવી 13 લાખની માંગણી કરી
- સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો
અમદાવાદ: અમદાવાદમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ તેમના પત્ની સાથે રહે છે. દસેક દિવસ પહેલા તેમને એક ફોન આવ્યો હતો, જેમાં "મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે" તેવું એક મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. વૃદ્ધએ કઠવાડા GIDCમાં નોકરી મળશે તેવું કહેતા યુવતીએ તે સ્થળ દૂર પડશે તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ અન્ય નોકરીના બહાને વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વૃદ્ધને ધણી વાર બહાર બોલાવવાનો પ્રયાસ કર્યો હતો.
બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટેલમાં બોલાવ્યો
બાદમાં વૃદ્ધ તેમને ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા, પણ ત્યાં પણ તેને નોકરી મળી ન હતી. ત્યારબાદ વૃદ્ધે મહિલાને 100 રૂપિયા પણ આપ્યા હતા. બાદમાં મહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતા વૃદ્ધએ પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું કહ્યું હતું. જો કે, મહિલાએ તેની પણ ના પાડી હતી. બાદમાં બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને લઈ ગઈ હતી. હોટલમાં 600 રૂપિયા આપી રૂમ નંબર 503માં વૃદ્ધ ગયા હતા અને આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતા વૃદ્ધએ બે હજાર આપ્યા હતા.
આ પણ વાંચો:મહેસાણાનો ટ્રાન્સપોર્ટર હનીટ્રેપમાં ફસાયો, સમયસૂચકતાથી મળ્યો છુટકારો