- રાજ્યમાં રસીની ઘટ સર્જાતાં ગૃહપ્રધાને આપ્યું નિવેદન
- ટૂંક સમયમાં વેક્સિનેશન અવેલેબલ કરવામાં આવશે
- લોકોના વિશ્વાસને કારણે જ ગુજરાત Vaccinationમાં પ્રથમ - ગૃહ રાજ્યપ્રધાન
- ઓન સ્પોટ વેક્સિનેશન રજિસ્ટ્રેશનથી ભીડ વધતાં ફરિયાદો આવી
અમદાવાદઃ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અગાઉ Vaccination માટે લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું પરંતુ હવેથી ઓન સ્પોટ વેક્સિનેશન થઈ રહ્યું છે. જેના કારણે લોકોમાં પણ વેક્સિનેશન લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ કેટલાક વિસ્તારોમાં વેક્સિનેશનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જોકે આ સમસ્યાનો પણ તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં આવશે. આ ઉપરાંત રસી કઈ જગ્યાએ મળશે તે માટેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Corona Vaccinationમાં ભારતે અમેરિકાને પાછળ મૂકી બનાવ્યો નવો રેકોર્ડ
સેન્ટરો પર લોકો ખાઈ રહ્યાં છે ધરમધક્કા
મહત્વનું છે કે મોટાભાગના વિસ્તારોમાં વેક્સિન સેન્ટર ઉપર Vaccination માટે રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જુદા જુદા સ્થળોએ વેક્સિનેશન ઉપલબ્ધ ન હોવા અંગેના બોર્ડ મારી દેવામાં આવ્યા છે.જેના કારણે લોકોએ ખોટા ધકકા ખાવા પડી રહ્યાં છે. જોકે આ સામે આજે ગૃહ રાજ્યપ્રધાને મીડિયાના માધ્યમથી શહેરીજનોને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં રસી પૂરતો જથ્થો સપ્લાય કરવામાં આવશે.
Vaccination અભાવ સામે ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન- સમસ્યા સામે આવી છે, ટૂંક સમયમાં નિકાલ થશે - ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા
કોરોનાની રસીની અછત સર્જાતા એકાએક લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના સેન્ટર ઉપર રસીનો સ્ટોક ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે આમ જનતા કે જે Vaccination સેન્ટર ઉપર પહોંચે છે, તેમને ધરમધક્કા થઈ રહ્યાં છે. આ સ્થિતિને જોતાં રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે આ સમસ્યા તેમના સુધી આવી છે. ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.
Vaccination અભાવ સામે ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન- સમસ્યા સામે આવી છે, ટૂંક સમયમાં નિકાલ થશે