- આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
- નવરાત્રીના પ્રથમ દિવસે કરશે કુળદેવીના દર્શન
- મુખ્યપ્રધાન અને સી.આર.પાટીલને મળશે અમિત શાહ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. તેઓ પ્રથમ નવરાત્રીએ પોતાના વતન માણસા ખાતેના પાનસર ગામે સહપરિવાર કુળદેવીના દર્શન કરશે.
પોતાના લોકસભા મતક્ષેત્રની કરશે મુલાકાત
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલી જાહેરાત મુજબ ગાંધીનગર લોકસભા મતવિસ્તારની મુલાકાત લેશે. ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપે મેળવેલી અભૂતપૂર્વ જીત બદલ તેઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને શુભેચ્છાઓ આપશે.
વિકાસ પ્રોજેક્ટની થશે સમીક્ષા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તારને ભારતનો નંબર વન વિકસિત લોકસભા મતવિસ્તાર બનાવવા પ્રયત્નરત છે. તેઓ પોતાના લોકસભા મત વિસ્તારમાં થતા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેમજ ભાજપ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજશે.