- 21 જૂને અમદાવાદના પાંચ કાર્યક્રમોમાં આપશે હાજરી
- 22 જૂને 25 હજારથી વધુ વૃક્ષોનું કરાશે વૃક્ષારોપણ
- 25 હજારથી પણ વધુ વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કરાશે
અમદાવાદ: કોરોના સમયમાં કે જ્યાં સૌથી મહત્વપૂર્ણ ત્યારે 18થી 44 વર્ષના વ્યક્તિઓને ઓનટાઇમ રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિનેશન મળી રહે તે માટેની એક શરૂઆત 21 જૂને બોડકદેવ વિસ્તારના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 09:15 વાગે સુધીમાં શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:અમિત શાહની રેલીમાં કોવિડ ધારાધોરણના ભંગ અંગે FIR 5 મહિના પછી દાખલ; કોર્ટ સ્તબ્ધ
અમિત શાહના કાર્યક્રમની શું રહેશે રૂપરેખા?
21 જૂને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતેથી લોકો સ્થળ ઉપર કોરોના વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન લઇ શકે તે માટેની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત વૈષ્ણોદેવી ફ્લાયઓવરનું લોકાર્પણ, ખોડીયાર કન્ટેનર ડેપોનું લોકાર્પણ, પાનસર છત્રાલ રોડ પર નવનિર્મિત રેલવે ફ્લાયઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.