ગુજરાત

gujarat

ETV Bharat / city

Holi Special Superfast Trains: હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે ઉત્તર ભારત તરફ વિશેષ ટ્રેન ચલાવશે - Train operation time

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગને પૂરી કરવા સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો (Holi Special Superfast Trains) દોડાવવાનો નિર્ણય રેલવે લીધો હતો. જેમાં મુંબઈ સેન્ટ્રલ-જયપુર-બોરીવલી, બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી-બોરીવલી, બાંદ્રા ટર્મિનસ-ભાવનગર-બાંદ્રા ટર્મિનસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Holi Special Superfast Trains: હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે ઉત્તર ભારત તરફ વિશેષ ટ્રેન ચલાવશે
Holi Special Superfast Trains: હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે ઉત્તર ભારત તરફ વિશેષ ટ્રેન ચલાવશે

By

Published : Mar 2, 2022, 4:05 PM IST

Updated : Mar 2, 2022, 10:49 PM IST

અમદાવાદ: હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-જયપુર-બોરીવલી (Mumbai Central to Jaipur to Borivali), બાંદ્રા ટર્મિનસથી ભગત કી કોઠી-બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર-બાંદ્રા ટર્મિનસ વચ્ચેના વિશેષ ભાડા પર હોળી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય રેલવે દ્વારા લેવાયો છે.

પશ્ચિમ રેલવે માંગને પૂરી કરવા સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો

ટ્રેન નંબર 09039, 09040 મુંબઈ સેન્ટ્રલથી જયપુર અને બોરીવલી સુપરફાસ્ટ 2 ટ્રીપ

ટ્રેન નંબર 09039 મુંબઈ સેન્ટ્રલથી જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી બુધવાર, 16 માર્ચ, 2022ના રોજ 23:55 વાગે ઉપડશે અને બીજા દિવસે 19:25 વાગે જયપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09040 જયપુરથી બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 17મી માર્ચ, 2022ના રોજ જયપુરથી 21:15 વાગે ઉપડશે અને બીજા દિવસે 15:10 વાગે બોરીવલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર અને એસી 3 ટાયર કોચ હશે.

ટ્રેન નંબર 09035, 09036 બાંદ્રા ટર્મિનસ થી ભગત કી કોઠીથી બોરીવલી સુપરફાસ્ટ 2 ટ્રીપ

ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસથી ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ 16 માર્ચ, 2022 બુધવારના રોજ 11:00 વાગે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 04:00 વાગે ભગત કી કોઠી પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09036 ભગત કી કોઠીથી બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ભગત કી કોઠી ગુરુવાર, 17 માર્ચ, 2022ના રોજ 11:40 વાગે ઉપડશે અને બીજા દિવસે 04:15 વાગે બોરીવલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદરી અને લુની સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.

આ પણ વાંચો:આગામી 7 ઓગષ્ટથી 'તેજસ' એક્સપ્રેસ શરૂ, દિવાળીના તહેવારોમાં વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો શરૂ કરવાનું IRCTCનું આયોજન

ટ્રેન નંબર 09005, 09006 બાંદ્રા ટર્મિનસ થી ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 2 ટ્રીપ

ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 14મી માર્ચ, 2022ના રોજ 21:45 વાગે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 10:30 વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09006 ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ બુધવાર, 16મી માર્ચ, 2022ના રોજ સવારે 10:10 વાગે ઉપડશે અને તે જ દિવસે 23:25 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે.

આ ટ્રેનો રિઝર્વ રહેશે

ટ્રેન નંબર 09039, 09035, 09005 અને 09006 માટે બુકિંગ 2 માર્ચ, 2022થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનો તરીકે દોડશે. ટ્રેનના સંચાલનના સમય (Train operation time), સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર (stoppage and structure information)માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 (Covid-19 Guidelines)સંબંધિત ધોરણો અને SOPનું પાલન કરવા કરવાનું રહેશે.

આ પણ વાંચો:પશ્ચિમ રેલવે દિવાળીને લઈને 05 વધારાની વિશેષ ટ્રેનો દોડાવશે, જાણો કયા રૂટનો કરાયો સમાવેશ...

Last Updated : Mar 2, 2022, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details