ગુજરાત

gujarat

ETV Bharat / city

HM Pradipsinh Jadejaએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી - Rathyatra 2021

અમદાવાદમાં રથયાત્રા ( 144th Rathyatra ) યોજવાની સરકારે મંજૂરી આપી છે ત્યારે HM Pradipsinh Jadejaએ રથયાત્રાના રૂટની ( Route of the Rathyatra) સમીક્ષા કરી હતી. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ મેયર, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

HM Pradipsinh Jadejaએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી
HM Pradipsinh Jadejaએ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી

By

Published : Jul 9, 2021, 5:36 PM IST

  • રથયાત્રાને લઈને ( 144th Rathyatra ) તમામ તૈયારીઓ કરી દેવાઈ
  • રાજ્યના HM Pradipsinh Jadejaએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
  • 50 જેટલી પોલીસની ગાડીઓના કાફલા સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું


    અમદાવાદઃ રથયાત્રાને ( 144th Rathyatra ) લઈને HM Pradipsinh Jadeja દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથના મોસાળમાં રણછોડજીના મંદિરે દર્શન કરીને પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે આ મામલે અધિકારીઓને પણ યોગ્ય જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
    પ્રેમ દરવાજાથી લઈને દરિયાપુર સુધી HM Pradipsinh Jadejaએ જાતે ચાલીને સમીક્ષા કરી

HM Pradipsinh Jadeja જાતે ચાલીને નિરીક્ષણ કર્યું

ત્યારે આ સમીક્ષામાં 50 જેટલી પોલીસ ગાડીઓનો કાફલો જોડાયો હતો. આ ઉપરાંત પ્રેમ દરવાજાથી લઈને દરિયાપુર સુધી HM Pradipsinh Jadejaએ જાતે ચાલીને સમીક્ષા કરી હતી. ત્યારે સમીક્ષા દરમિયાન જ્યાંથી પ્રદીપસિંહ જાડેજા પસાર થતા હતાં ત્યાં સમગ્ર રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં હતાં તેને લઈને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.


રીહર્સલોને લઇને પોલીસ છાવણીમાં ફેરવાયું જગન્નાથ મંદિર

આ સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા રોજેરોજ રીહર્સલ કરવામાં આવી રહ્યું છે ત્યારે જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ત્યારે આ વખતની રથયાત્રામાં ( 144th Rathyatra ) 23,000 જેટલા પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

ABOUT THE AUTHOR

...view details