ગુજરાત

gujarat

ETV Bharat / city

Police Grade pay નો મુદ્દો અમારા ધ્યાનમાં છે, ચર્ચા બાદ નિર્ણય લેવાશે : HM Harsh Sanghvi

રાજ્યમાં દરેક વિભાગમાં ગ્રેડ પે (Police Grade pay) માટે સોશિયલ મીડિયામાં લડત લાડવામાં આવે છે ત્યારે હવે ચૂપ બેઠેલી પોલીસ પણ આ મામલે સામે આવી છે. કોન્સ્ટેબલ માટે 2800 ગ્રેડ પે, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને એએસઆઈ માટે 4200 ગ્રેડ પે માટે લડત લડવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા 'ગ્રેડ પે અમારો હક' નામથી હેસ્ટેગ સાથે માગણીઓ પોલીસ વિભાગ સામે મૂકી છે.

મુદ્દો અમારા ધ્યાનમાં છે :  HM Harsh Sanghvi on Police Grade pay
મુદ્દો અમારા ધ્યાનમાં છે : HM Harsh Sanghvi on Police Grade pay

By

Published : Oct 25, 2021, 8:02 PM IST

  • પોલીસ ગ્રેડ પે મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
  • જે કોઈ મુદ્દા અમારા ધ્યાને આવ્યા છે તેની સમીક્ષા કરીશું
  • તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે

અમદાવાદઃ આ મામલે સાયબર સેફ મિશન કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi) જણાવ્યું હતું કે જે કોઈ મુદ્દા (Police Grade pay) અમારા ધ્યાને આવ્યાં છે તેની સમીક્ષા કરીશું તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જેમાં જરૂરી જણાતા પરિબળો પર ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તમામ પાસા તપાસ્યાં બાદ સકારાત્મક હકીકત જણાવવામાં આવશે.

પોલીસ ગ્રેડ પે મામલે ગૃહપ્રધાનનું મહત્ત્વનું નિવેદન

ચર્ચાનો વિષય બન્યો છે ગ્રેડ પે

ત્યારે હાલમાં પોલીસ બેડામાં પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે સરકાર તેમની વાત સાંભળશે કે નહીં. ત્યારે હાલમાં Police Grade pay મામલે સોશિયલ મીડિયામાં પૂરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details