ગુજરાત

gujarat

ETV Bharat / city

HM Amit Shah in Ahmedabad : અમિત શાહે અમદાવાદમાં કર્યાં રેલવે વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા સ્ટોપેજ શરુ થયાં - HM Amit Shah in Ahmedabad

આજે અમદાવાદમાં વિવિધ સુવિધાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમ યોજાયાં હતાં જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Union Home and Cooperation Minister Amit Shah ) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશન અંગેના નવા રોડ અન્ડરબ્રિજ નિર્માણ વિશે કાર્યો શરુ (HM Amit Shah in Ahmedabad ) કરાવ્યાં છે.

HM Amit Shah in AHmedabad : અમિત શાહે અમદાવાદમાં કર્યાં રેલવે વિકાસકાર્યોના લોકાર્પણ, નવા સ્ટોપેજ શરુ થયાં
HM Amit Shah in AHmedabad : અમિત શાહે અમદાવાદમાં કર્યાં રેલવે વિકાસકાર્યોના લોકાર્પણ, નવા સ્ટોપેજ શરુ થયાં

By

Published : Jul 2, 2022, 4:41 PM IST

Updated : Jul 2, 2022, 6:49 PM IST

અમદાવાદ - કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે (Union Home and Cooperation Minister Amit Shah ) અમદાવાદ વિભાગના ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશન પર વિવિધ પેસેન્જર સુવિધાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ (Amit Shah inaugurates railway development works in Ahmedabad) કર્યો હતો. ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 1 પર નવા રોડ અન્ડર બ્રિજનું નિર્માણ લોકોને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને રાહદારીઓ અને વાહનોની ઝડપી, સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરશે. રેલવે અને AMC દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલ આ કાર્ય 'રેલવે ફાટક મુક્ત ગુજરાત ' (Railway gate free Gujarat) તરફ એક પગલું છે.

અમિત શાકે ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશન પર વિવિધ પેસેન્જર સુવિધાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં

કયા રેલ વિકાસ કાર્યોનું લોકાર્પણ ચંદલોડિયામાં કરાયું ? -અમિત શાહ (HM Amit Shah in Ahmedabad ) દ્વારા ચાંદલોડિયા 'બી' પેનલ ખાતે 1.64 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ, 25 લાખના ખર્ચે બાંધવામાં આવેલ અનરિઝર્વ્ડ કમ રિઝર્વ્ડ નવી બુકિંગ ઓફિસ, ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 1 ખાતે રૂ.5.12 કરોડના ખર્ચે બનેલ નવા રોડ અન્ડર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મની ઉંચાઈ વધારવાથી કોચ અને પ્લેટફોર્મ વચ્ચેનો ગેપ ઓછો થશે, જેથી મુસાફરોને ટ્રેનમાં ચઢવા અને ઉતરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. નવી બુકિંગ ઓફિસ બનવાથી ચાંદલોડિયા અને આસપાસના વિસ્તારના લોકો ચાંદલોડિયા સ્ટેશન પર જ આરક્ષિત ટિકિટ મેળવી શકશે અને તેમનો સમય અને મુસાફરીનો ખર્ચ પણ બચશે.

એસી ક્લાસ વેઇટિંગ રૂમ સહિત ત્રણ નવા વેઇટિંગ રૂમ સહિતના કામોનું લોકાર્પણ

આ પણ વાંચોઃ કોરોના અસર: 84 ટ્રેનના સ્ટોપેજ થકી કરોડોની આવક મેળવતા વાપી રેલવે સ્ટેશન પર માત્ર 5 ટ્રેનનું સ્ટોપેજ

સાબરમતી સ્ટેશનને શું મળ્યું ? - સાબરમતી રેલવે સ્ટેશન (Sabarmati Railway Station) પર 1.5 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ લેડીઝ વેઇટિંગ રૂમ, જનરલ વેઇટિંગ રૂમ અને એસી ક્લાસ વેઇટિંગ રૂમ સહિત ત્રણ નવા વેઇટિંગ રૂમ અને સાબરમતી રેલવે સ્ટેશનના અમદાવાદના છેડે રૂ. 3.87 કરોડના ખર્ચે નવો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ વેઇટિંગ રૂમના નિર્માણથી મુસાફરોને આરામ અને રાહ જોવા માટે ખુલ્લી જગ્યાને બદલે સ્વચ્છ અને આરામદાયક રૂમમાં બેસવાની સુવિધા મળશે. આ ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ સંખ્યામાં મુસાફરો ઝડપથી અને સુરક્ષિત રીતે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જઈ શકશે. હવે મુસાફરોને પહેલાથી ઉપલબ્ધ ફૂટ બ્રિજ ઉપરાંત વધુ એક બ્રિજની સુવિધા મળશે.

ટ્રેન સ્ટોપેજની માગણી સંતોષાઇ

આ પણ વાંચોઃ Navsari Railway Station: 24 વર્ષથી રેલવે મંત્રાલય ઊંઘમાં, નવસારી જિલ્લો રેલવેના ચોપડે હજુ પણ તાલુકો જ છે!

ટ્રાફિક હળવો થશે ?-AMC વિસ્તારમાં, LC ગેટ નં. 240, 241, 242, અને 243 ની જગ્યાએ કુલ રૂ. 18.00 કરોડના ખર્ચે ચાર નવા રોડ અંડર બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. આ રોડ અંડર બ્રિજ એસજી હાઈવે, ચાંદખેડા, ત્રાગડ અને ડી-કેબિન વચ્ચેના ટ્રાફિક માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી રાહદારીઓ તેમજ વાહનોને સલામત, ઝડપી અને સરળતા મળશે.

પ્રવાસી સુવિધામાં વધારો

કઇ ટ્રેનોને સ્ટોપેજ મળ્યું -ચાંદલોડિયા,(Stoppage at Chandlodia station) સાબરમતી (Stoppage at Sabarmati station) અને આંબલી રેલ્વે સ્ટેશન પર નીચેની 9 જોડી ટ્રેનોનાસ્ટોપેજનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન (HM Amit Shah in Ahmedabad ) દ્વારા કરવામાં આવ્યું હતું.

Last Updated : Jul 2, 2022, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details