ગુજરાત

gujarat

અમદાવાદનો બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં થયો નવો ખુલાસો

By

Published : Jul 4, 2021, 6:27 PM IST

અમદાવાદમાં તાજેતરમાં થયેલા શિવરંજની હિટ એન્ડ રન કેસમાં કારચાલક આરોપી પર્વનો ખાનગી કારમાં પીછો કરનાર હોમગાર્ડ જવાન પરબત ઠાકોર અંગે તપાસ કરવામાં આવતાં અનેકો ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસમાં અનેક ચોંકાવનારા તોરણો સામે આવતા આરોપી પરબત સામે અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદનો બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં થયો નવો ખુલાસો
અમદાવાદનો બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં થયો નવો ખુલાસો

  • અમદાવાદનો બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં આવ્યો ચોંકાવનારો ખુલાસો
  • તપાસમાં હોમગાર્ડ જવાન તે રાત્રીએ ફરજ પર ન હોવાનો થયો ખુલાસો
  • અકસ્માત બાદ હોમગાર્ડ જવાન પરબતે પોલીસને પણ જાણ ન કરતા શંકા ઉપજી

અમદાવાદ:બહુચર્ચિત તાજેતરમાં થયેલા શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. જોકે કારચાલક આરોપી પર્વ શાહનો ખાનગી કારમાં પીછો કરનાર હોમગાર્ડના જવાન પરબત ઠાકોર અંગેની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. હિટ એન્ડ રનની ઘટના બની તે રાત્રે પરબત ફરજ પર ન હોવાનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો તપાસમાં સામે આવ્યો થયો છે.

અમદાવાદનો બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં થયો નવો ખુલાસો

આ પણ વાંચો:ગુજરાત ATS દ્વારા ગુજસીટોકના આરોપીની ઉત્તપ પ્રદેશથી ધરપકડ

પરબતે ખાનગી કારમાં પર્વનો પીછો કર્યો હતો

હોમગાર્ડ જવાન પરબત ઠાકોર ફરજ પર ન હોવા છતાં યુનિફોર્મમાં નાકાબંધી પોઇન્ટ પર હાજર હતો. તેણે થલતેજ ગુરુદ્વારાથી ખાનગી કારમાં પર્વનો પીછો કર્યો હતો. આ અંગે તેણે હાજર પોલીસકર્મી કે હોમગાર્ડ જવાનને પણ જાણ કરી ન હતી. આથી, ઘટના અંગે ટ્રાફિક પોલીસે હોમગાર્ડના અધિકારીને પરબત ઠાકોર સામે પગલાં લેવા રિપોર્ટ કર્યો છે. પોલીસે પર્વની કારની બાજુમાંથી પસાર થતી કારના ચાલક ધીરજ પટેલની પણ પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તે થલતેજ ગુરુદ્વારા પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ત્યાં ખાખી ધારી જમાદારે તેમની કાર રોકી હતી અને બાજુમાં બેસી જઈ પર્વની કારનો પીછો કરવા જણાવ્યું હતું. આથી જ તેમણે પર્વની કારનો પીછો કરવા માટે પાછળ ભગાવી હતી. શિવરંજની ક્રોસ કર્યા બાદ પર્વની કારનો અકસ્માત થતાં હોમગાર્ડ પરબતે ધીરજ પટેલને કાર પાછી વાળી ગુરુદ્વારા પાસે પાછો મૂકી જવા કહ્યું હતું.

આ પણ વાંચો:રથયાત્રાને લઈને રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ

ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો રિપોર્ટ

હોમગાર્ડના અધિકારીને કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પરબત રાત્રે ફરજ પર ન હતો, તેમ છતાં તેણે યુનિફોર્મ પહેર્યો હતો. પરબત તે રાત્રે ફરજ પર ન હોવા છતાં નાકાબંધી પોઇન્ટ પર હાજર કેમ હતો ?, છતાં પરબત નાકાબંધી પોઇન્ટ પર હાજર હતો તે દરમિયાન ખાનગી વાહનમાં પર્વની કારનો પીછો કર્યો હતો, તે જાણ પોલીસ અધિકારી અથવા હોમગાર્ડ અધિકારીઓને ખબર હતી કે નહીં ? પરબતની નોકરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હતી તેમ છતાં તે ખાનગી કારમાં પર્વની કારનો પીછો કરી સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદમાં ઘૂસી ગયો હતો. પર્વની કારથી અકસ્માત થયાની જાણ હોવા છતાં પણ પર્વની પોલીસને જાણ કેમ કરી ન હતી.? આવા અનેક સવાલો ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details