- અમદાવાદના Hit and run case કેસનો આરોપી હાજર થયો
- મારી કાર 40 કિ.મી.ની જ સ્પીડથી જ ચાલતી હતી - પર્વ શાહ
- પર્વ શાહના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરાશે - ACP
અમદાવાદઃ શહેરમાં શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે 12.46 કલાકે હિટ એન્ડ રનની (Hit and run case) ઘટના બની હતી. જેમાં કારે ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં પરિવારની એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં છે. ઇજાગ્રસ્તોમાંથી બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલી દેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ હૉસ્પિટલમાં સરાવાર માટે લઇ જવામાં આવ્યાં છે.
Hit and run case ની ઘટના બાદ કારચાલક અને તેમાં સવાર અન્ય લોકો કાર ઘટનાસ્થળે મૂકીને જ ફરાર થયા હતાં. એન ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધીને આ ફરાર લોકોની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ત્યારે આરોપી પર્વ શાહ (Hit and run case accused parv shah) પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે.
Hit and run case કેસમાં આરોપી પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો
બનાવમાં i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે. જો કે બપોર બાદ કાર ચાલક શૈલેષ શાહનો પુત્ર પર્વ શાહ (Hit and run case accused parv shah) હોવાનો ખુલાસો થયો છે. ત્યાર બાદ પર્વ શાહ સેટેલાઈટના N ડિવિઝિન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. ત્યારે પર્વ શાહ પિતા સાથે કુર્તીનો બિઝનેસ કરે છે. 21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ શાહને કુર્તીનો બિઝનેસ છે. તેઓ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ ચલાવે છે. પર્વ તેના પિતા સાથેના ધંધામાં જ છે.
ઘટનાની પૂર્વભૂમિકા
પૂછપરછમાં સામે આવ્યું કે પર્વ શાહ (Hit and run case accused parv shah) કર્ફ્યૂ વચ્ચે મિત્રો સાથે મોજ કરવા નીકળ્યો હતો. પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતાં તેઓ ગલીમાં વળી ગયાં. પરંતુ પાછળ પોલીસ હોવાથી તેઓએ કાર ભગાવી મારી હતી. જેને પગલે પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. જો કે પોલીસ વેન્ટોકારમાં હોવાથી પર્વએ રેસ ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું.