- અમરાઈવાડીમાં થયેલી હત્યા મામલે આરોપીઓની ધરપકડ કરાઈ
- પોલીસે 2 આરોપીની ધરપકડ કરી અને અન્ય 2 આરોપીઓ હજુ પણ ફરાર
- મૃતક દ્વારા પૈસાની વારંવાર માંગણી કરવામાં આવતા કરી હતી યુવકની હત્યા
અમદાવાદ:તાજેતરમાં જ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નેશનલ હેન્ડલૂમ પાસે એક હિસ્ટ્રીશીટર યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને 2 આરોપીઓને પકડી પાડ્યા હતા અને અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
અમરાઈવાડીનો હિસ્ટ્રીશીટર વારંવાર પૈસાની માંગણી કરતો હોવાથી હત્યા કરાઈ મૃતક વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયેલા છે
પોલીસે ન્યુ કોટન વિસ્તારમાંથી મયુર ગોહિલ અને કુશાગ નામના આરોપીને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ કરતા તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવાન મનોજ વાઘેલા પોલીસ રેકોર્ડમાં હિસ્ટ્રીશીટર છે અને તેની સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે. ત્યારે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, એક યુવતી સાથે આડા સંબંધો હોવાથી હત્યા કરી છે, પરંતુ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે મનોજ વાઘેલા તેમની પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો અને માનસિક ત્રાસ આપતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી.