અમદાવાદ ગુજરાત 36મી નેશનલ ગેમ્સ 2022નું (36th National Games 2022) યજમાન બન્યું છે. 24 સપ્ટેમ્બર, 2022 (શનિવાર) 36મી નેશનલ ગેમ્સના આયોજનને લઈ તૈયાર છે. ત્યારે સંસ્કારધામ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં ખો ખો સહિત કુલ ત્રણ સ્પર્ધા યોજાવાની છે. પરંપરાગત પ્રાચીન ગ્રામીણ ભારતીય રમત ખો ખોના ઇતિહાસ (History of Traditional kho kho rural Indian game) પર નજર કરીએ તો તેના મૂળ મહાભારતની કથા સુધી પહોંચે છે.
ઝડપ અને ચપળતાના કૌશલ્યમહાભારત યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્ય દ્વારા ચક્રવ્યૂહ (Chakravyu by Guru Dronacharya) રચવામાં આવે છે. તેનું ભેદન વીર અભિમન્યુ કરે છે. આ ચક્રવ્યૂહમાં લડવા માટે રિંગ પ્લેની શૈલી જેવી એક લડત શૈલી અપનાવવામાં આવે છે, જે ખો ખોની રમતમાં રક્ષણાત્મક રણનીતિનો મહત્વનો ભાગ હોય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં ખો ખો ખૂબ જ લોકપ્રિય રમત તરીકે ખ્યાતિ ધરાવે છે. ભારતમાં લોકપ્રિય ખો ખો રમતના મૂળ છેક મહાભારતની કથા સુધી (Mahabharata is the Origin of Kho Kho game) પહોંચે છે. મહાભારત યુદ્ધમાં મહાન ગુરુ દ્રોણાચાર્ય દ્વારા રચિત ચક્રવ્યૂહ સાથે ખો ખોનું ખાસ કનેક્શન છે. વિશેષજ્ઞોના મત મુજબ ખો ખો રમતની ઉત્પત્તિ મહારાષ્ટ્રમાં (Kho Kho game originated in Maharashtra) થઈ હતી. ખો ખો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ સ્યુ પરથી આવ્યો, જેનો અર્થ છે ઉઠો અને જાઓ. ખો ખો રમતમાં પારંગતતા પ્રાપ્ત કરવા માટે ઝડપ અને ચપળતાના કૌશલ્ય હોવા ખૂબ જરૂરી છે.
ઓલ ઇન્ડિયા ખો ખો ફેડરેશનની સ્થાપના 19મી સદીની શરૂઆતમાં ઉત્પત્તિ થઈ એવું મનાય છે. ત્યારબાદ આ રમત આધુનિક રમત તરીકે ફેમસ બની છે. આઉટડોર ગેમ્સ તરીકે ખો ખો એક રોમાંચક ગેમ છે. ભારતમાં વર્ષ 1957માં પરંપરાગત ભારતીય રમત ખો ખોને આગળ ધપાવવા માટે ઓલ ઇન્ડિયા ખો ખો ફેડરેશનની સ્થાપના (All India Kho Kho Federation) કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 1959-60માં આંધ્રના વિજયવાડામાં પુરુષો માટે પ્રથમ ઓલ ઇન્ડિયા ખો-ખો ચેમ્પિયનશિપ (First All India Kho Kho Championship ) આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધાને લઈ ત્યારે લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્ષ 1960-61મા મહિલા વર્ગ માટે પણ સૌપ્રથમવાર ચેમ્પિયનશિપ યોજાઈ હતી.