ગુજરાત

gujarat

ETV Bharat / city

એ કાંડ કે જેણે, 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓને પોતાના ઘર છોડવા કર્યા હતા મજબૂર! - ગોધરાકાંડના 20 વર્ષ પૂર્ણ

ગોધરાકાંડની (GODHRA KAND 2002) એ ઘટના જેને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા હતા. આજે આ ગોજારી ઘટનાના 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શું ઘટના બની હતી અને કેવી રીતે તેનો ઘટનાક્રમ (HISTORY OF GODHRA INCIDENT) રહ્યો ચાલો જાણીએ...

HISTORY OF GODHRA INCIDENT
HISTORY OF GODHRA INCIDENT

By

Published : Feb 27, 2022, 11:02 AM IST

ન્યૂઝ ડેસ્કઃવર્ષ 2002માં ગોધરા (GODHRA KAND 2002) રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગ્યા બાદ રાજ્યમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા. તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં 2019માં વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કમિટી દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે. તો ચાલો જાણીએ સમગ્ર (HISTORY OF GODHRA INCIDENT) કેસ...

આ પણ વાંચો :ગોધરાકાંડમાં 9 વોલ્યુમ, 2500 પેજ, 44 હાજર એફિડેવિટથી બનેલો રિપોર્ટ ગૃહમાં રજૂ, PM મોદી અને સાથી પ્રધાનોને ક્લીનચિટ

શું હતી સમગ્ર ઘટના?

27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે અયોધ્યાથી અમદાવાદ આવી રહી હતી. આ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ અંગે અનેક નેતાઓ અને પોલીસ આધિકારીઓ સામે ગુનાઓ દાખલ થયાં હતાં.

આ પણ વાંચો :ગોધરાકાંડ ફાઈનલ રિપોર્ટ, આ ત્રણ અધિકારીની ભૂમિકા નકારાત્મક

ગોધરાકાંડ રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ટોળાએ સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને આગ લગાવવામાં આવી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા 59 યાત્રી હુમલામાં મોતને ભેટ્યા હતાં. જેના કારણે બીજે દિવસે કોમી હિંસા અને હુલ્લડો શરૂ થયા હતાં. જે જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. જેમાં કુલ 790 મુસ્લિમ અને 254 હિંદુ લોકોના મોત થયાં અને અન્ય 223 વ્યક્તિ ખોવાયેલા જાહેર થયા હતાં. આ હિંસા દરમિયાન 536 ધાર્મિક સ્થળોને નુકસાન થયું હતું. જેમાં 273 દરગાહ, 241 મસ્જિદ, 19 મંદિરો અને 3 દેવળ સામેલ હતાં. આ સાથે અંદાજે 61,000 મુસ્લિમ અને 10,000 હિન્દુઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. હુલ્લડ અટકાવવાના ભાગ રૂપે 17,947 હિંદુઓ અને 3,616 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય કુલ 27,901 હિંદુઓ અને 7,651 મુસ્લિમોની ધરપકડ થઇ હતી. આ ઘટનાઓ ભારતમાં રાજકીય રીતે હંમેશા વિવાદાસ્પદ રહી છે. કેટલાક ટિપ્પણી કરનારાઓએ હિંદુઓ અને મુસ્લિમોના મૃત્યુને હત્યાકાંડ ગણાવ્યો હતો.

આ પણ વાંચો :ગોધરાકાંડ કોંગ્રેસનું કાવતરું, 'ગુજરાત રાજકીય ગાથા' પુસ્તકમાં ઉલ્લેખ

સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો

વર્ષ 2002ના ગોધરાકાંડ મામલે 5 આરોપીઓની સજા પર સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટે બે આરોપીઓ ફારૂક ભાણા અને ઈમરાન ઘાંસીને દોષિત જાહેર કર્યા હતા. બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે કે પુરાવાના અભાવે ત્રણ આરોપીઓ હુસૈન સુલેમાન મોહન, કસમ ભમેડી, ફારૂક ધતીયાને નિર્દોષ છોડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ કેસના છ આરોપીઓમાંથી એક કાદર અબ્દુલ ગની પાટડીયાનું 20 ઓગસ્ટ 2017ના રોજ ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાક્રમ

  • 27 ફેબ્રુઆરી 2002: અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન પર ટોળાંએ ટ્રેન સળગાવી, જેમાં 59નાં મોત
  • 28 ફેબ્રુઆરી 2002: અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાનો હુમલો, કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું મોત, 31 લાપત્તા જે પાછળથી મૃત જાહેર કરાયા
  • 22 મે 2002: પહેલું આરોપનામું દાખલ થયું, POTA કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહીં
  • 19 ડિસેમ્બર 2002 : બીજું આરોપનામું દાખલ થયું, તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહોતો.
  • 3 માર્ચ 2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.
  • 16 એપ્રિલ 2003: ત્રીજું આરોપનામું દાખલ થયું,POTA હેઠળના ગુના દાખલ થયાં
  • 21 નવેમ્બર 2003 : સુપ્રીમ કોર્ટની ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસની તપાસ પર રોક
  • સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત પહોંચી
  • 16 મે 2005: પોટા કોર્ટની સમીક્ષા સમિતિનો પહેલો અભિપ્રાય
  • એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી, કેસમાં તપાસ માટે CBIની તપાસ ટીમ રચાઈ
  • 12 ફેબ્રુઆરી 2009: ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA કેનૂન હેઠળના ગુના રદ કર્યાં\
  • એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના 9 કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવા આદેશ આપ્યો.
  • જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.
  • 30 મે 2010 : ટ્રાયલ કોર્ટના જજની ગોધરા રેલવે સ્ટેશનની સ્થળ મુલાકાત
  • 28 સપ્ટેમ્બર 2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.
  • 24 જાન્યુઆરી 2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી થઈ, બાદમાં 22 ફેબ્રુઆરી કરાઈ
  • 25 જાન્યુઆરી 2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટનો ઇનકાર
  • 22 ફેબ્રુઆરી-2011: અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે 31ને દોષિત જાહેર કર્યાં, 63 નિર્દોષ જાહેર થયાં
  • 09 ઑક્ટોબર 2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20ને ટ્રાયલ કોર્ટની સજા યથાવત રખાઈ, તો 63 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યાં છે.63ને નિર્દોષ જાહેર કરવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો

ABOUT THE AUTHOR

...view details