અમદાવાદના સાંસદ માનનીય કિરીટભાઈ સોલંકી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ જગતમાં આ સાંસ્કૃતિક કાર્ય ખરેખર સરાહનીય પ્રયત્ન છે અને આજે મને આનંદ થાય છે કે મારા સંસદીય ક્ષેત્રમાં પહેલી વખત લોકાર્પણ થઈ રહ્યું છે. આ દેવી કાર્યને જનસમુદાય સ્વીકારશે તેવી મને આશા છે. ફિલ્મ નિર્માતા આઝાદ જેવા વિરલ વ્યક્તિને વંદન કરું છું કે તેમણે કઠોર પરિશ્રમ કરીને મુખ્ય નિષ્ઠ અને પ્રશંસનીય સેવા કરી છે.
ઐતિહાસિક સંસ્કૃત ફિલ્મ 'અહમ બ્રહ્માસ્મિ'નું અમદાવાદમાં લોકાર્પણ - સાંસદ માનનીય કિરીટભાઈ સોલંકી
અમદાવાદ: ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદ ખાતે સંસ્કૃત ભારતીના સહયોગથી સંસ્કૃત ચલચિત્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. દેવ ભાષા સંસ્કૃત અને જીવન ભાષા બનાવવા માટે સંસ્કૃત પ્રચાર-પ્રસાર માટે વિવિધ પ્રકારના પ્રકલ્પો વિભિન્ન સામાજીક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે. ભારતીય સિનેમા માટે વિખ્યાત રાજનારાયણ દુબે દ્વારા સ્થાપિત અત્યાધુનિક સિનેમા કંપની બોમ્બે ટોકીઝ સ્ટુડિયોએ મુખ્યધારામાં જ સંસ્કૃત ફિલ્મ બનાવી છે. બોમ્બે ટોકિઝના પ્રવર્તમાન સંચાલક બહુમુખી પ્રતિભાના ધણી એવા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક આઝાદ સ્વયમ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતાં.
સંસ્કૃત ભારતીના ગુજરાત પ્રાંત મંત્રી જયશંકર રાવળ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્કૃત પ્રચારના વિવિધ પ્રકારના પ્રકલ્પો અને સંસ્કૃત વિષયની વર્તમાન સમયમાં ઉપયોગીતા અને સંસ્કૃત ભારતીના વિવિધ પ્રકલ્પો ગણાવ્યા હતા અને સંસ્કૃતિ ચલચિત્ર અને પ્રશંસનીય ઉપક્રમ ગણાવ્યો હતો.
સંસ્કૃત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક આઝાદે ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે આપણા દેશમાં રાષ્ટ્રનિર્માણની જરૂર છે, ત્યારે અમોએ રાષ્ટ્રભક્તિને સંસ્કૃત સિનેમાના માધ્યમથી દેશસેવાના માર્ગ પસંદ કર્યો અને અને મને આશા છે કે આવનારા સમયમાં સંસ્કૃત ભાષામાં વધુ ફિલ્મો બનશે યુવાઓ વધુ જાગ્રત થશે અને સંસ્કૃતભાષાનો ફરીથી ઉદય થશે.