અમદાવાદ: શહેરના ભૂયંગદેવ ખાતે સાધના વિનય મંદિર નામની સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનુભાઈ પટેલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, તેમની સ્કૂલમાં ધો.10ની પૂરક પરીક્ષા ચાલુ હતી. તેમના ખંડ નિરીક્ષક તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ચેક કરતા હતા. ત્યાં ધનરાજસિંહ મકવાણા નામના વિદ્યાર્થીની હોલ ટિકિટ તપાસતા તેમાં લગાવેલા અને સ્કેન કરીને મૂકેલા ફોટો અલગ જણાઈ આવ્યો હતો.જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધનરાજસિંહ મકવાણા નામના વિદ્યાર્થિની જગ્યાએ ઝાલા રણજીતસિંહ ભગુભા નામનો તેનો મિત્ર પરિક્ષા આપવા બેઠો હતો.
અમદાવાદમાં ધોરણ 10ની પૂરક પરિક્ષામાં વિદ્યાર્થીની જગ્યાએ તેનો મિત્ર બેસવા જતા ઝડપાયો
ધોરણ 10ની પૂરક પરિક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે. ત્યારે એક વિદ્યાર્થી તેના મિત્રની જગ્યાએ પરિક્ષા આપવા આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે હોલ ટિકિટ ચેક કરવામાં આવી ત્યારે વિદ્યાર્થિની ફોટો અને પરિક્ષા આપવા આવેલ યુવકનો ફોટો અલગ હતો, જેથી ભાડો ફૂટી ગયો હતો. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં ધોરણ 10ની પૂરક પરિક્ષામાં વિદ્યાર્થિની જગ્યાએ તેનો મિત્ર બેસ જતા પકડાયો
સ્કૂલની બહાર ધનરાજસિંહ હાજર હતો જેથી આચાર્યએ પોલીસનો સંપર્ક કરીને બંનેને પોલીસને સોંપ્યા હતા. ઘાટલોડિયા પોલીસે કલમ 406, 420, 467, 468,471, 192 અને 120B મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.