ગુજરાત

gujarat

ETV Bharat / city

અમિત જેઠવા મર્ડર કેસ, હાઇકોર્ટે શિવા સોલંકીની જામીન અરજી ફગાવી - અમિત જેઠવા મર્ડર કેસ

આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું અને આરોપીને કઇ તક આપી તે જૂઓ અહેવાલમાં. Highcourt rejects bail plea of Shiva Solanki , Amit Jethwa murder case , Gujarat High Court Hearing

અમિત જેઠવા મર્ડર કેસ, હાઇકોર્ટે શિવા સોલંકીની જામીન અરજી ફગાવી
અમિત જેઠવા મર્ડર કેસ, હાઇકોર્ટે શિવા સોલંકીની જામીન અરજી ફગાવી

By

Published : Sep 14, 2022, 7:08 PM IST

અમદાવાદપર્યાવરણવિદ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ( Amit Jethwa murder case ) સજા કાપી રહેલા આરોપી શિવા સોલંકીની જામીન અરજીને હાઇકોર્ટે ફગાવી ( Highcourt rejects bail plea of Shiva Solanki ) દીધી છે. જામીન અરજી ફગાવી દેવાતા શિવા સોલંકીએ જામીન અરજી પરત ખેંચી છે. તો આ સાથે જ હાઇકોર્ટે એ પણ રાહત આપી છે કે જો કેસની સુનાવણી સમયસર પૂરી ન થાય તો આરોપી નવેસરથી અરજી કરી શકે છે.

ઘણા વર્ષોથી જેલમાં છે શિવા સોંલકી આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે આ કેસમાં કોઈપણ પ્રકારનું ષડયંત્ર હાથ ધરાયેલું નથી. અરજદાર છેલ્લા ઘણા વર્ષોથી જેલમાં છે. આ કેસમાં ( Amit Jethwa murder case ) ખાસ સીબીઆઈ કોર્ટના આદેશ સામે થયેલી અપીલ પર 31 ડિસેમ્બર 2022 સુધીમાં સુનાવણી પૂર્ણ થાય તેવી સંભાવના જણાતી નથી તો ત્યાં સુધીમાં અરજદારને જામીન આપવામાં આવે.

વકીલની રજૂઆતઅરજદારના વકીલની રજૂઆત બાદ પણ જો કે હાઇકોર્ટે શિવા સોલંકીની જામીન અરજી ફગાવી ( Highcourt rejects bail plea of Shiva Solanki ) દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાનું હાઇકોર્ટ દ્વારા વલણ અપનાવવામાં આવતા અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે હાલ તેઓ અરજી પરત ખેંચે છે, પરંતુ 31 ડિસેમ્બર 2022 પછી નવેસરથી જામીન અરજી કરવાની મંજૂરી આપવામાં આવે.

તો આરોપી નવેસરથી જામીન અરજી કરી શકેજામીન મેળવવા માટે આરોપીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા છે તે આ કેસમાં( Amit Jethwa murder case ) અમલી બની શકે નહીં તેથી અરજદારને જામીન આપવામાં ન ( Highcourt rejects bail plea of Shiva Solanki ) આવે. જોકે આરોપીની રજૂઆતને માન્ય રાખતા રાહત આપતા કહ્યું છે કે આ કેસમાં ખાસ cbi કોર્ટના ચુકાદા સામે થયેલી અપીલ પર 31 ડિસેમ્બર 2022 સુધીમાં જો સુનાવણી પૂરી ન થાય તો આરોપી નવેસરથી જામીન અરજી કરી શકે છે.

આ સાથે જ હાઇકોર્ટે અરજદારને ટકોર કરેલી કે સુપ્રીમ કોર્ટે 31 ડિસેમ્બર 2022 સુધીમાં આ કેસની ( Amit Jethwa murder case ) અપીલની સુનાવણી પૂરી કરવાનું નિર્દેશ કર્યો છે તે મુજબ હાઇકોર્ટના પૂરતા પ્રમાણમાં પ્રયાસ રહેશે કે આ સમય મર્યાદામાં તે કેસની સુનાવણી પૂર્ણ કરીએ.

શું હતો અમિત જેઠવા મર્ડર કેસ થોડા વર્ષો પહેલા આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હાઈકોર્ટની સામે જ હત્યા ( Amit Jethwa murder case ) કરાઈ હતી. આ કેસમાં ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી, તેના ભત્રીજા શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર સહિતના દોષિતને સીબીઆઇની ખાસ અદાલતે સજા ફટકારેલી છે. જેની સામે હાઈકોર્ટમાં અપીલ પડતર છે. જો કે, દીનુ બોઘા સોલંકી હાલ જામીન પર મુક્ત છે. જ્યારે બાકીના દોષિત જેલમાં છે. આ કેસની સુનાવણી જલદી પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાયેલી જેમાં જાન્યુઆરી-2022માં સુપ્રીમ કોર્ટે આદેશ કરેલો કે હાઈકોર્ટ આ કેસમાં થયેલી અપીલ પર ડિસેમ્બર-2022 સુધીમાં સુનાવણી પૂર્ણ કરીને કાયદા મુજબ નિર્ણય લે.

ABOUT THE AUTHOR

...view details