ગુજરાત

gujarat

ETV Bharat / city

દિલ્હી મુંબઈની જેમ હવે અમદાવાદમાં પણ બનશે ગગનચૂંબી ઈમારતો, AMCએ 5 વિસ્તારમાં આપી મંજૂરી - અમદાવાદમાં ઊંચી ઈમારતો

અમદાવાદમાં પણ હવે ગગનચૂંબી ઈમારતો (high rise building in Ahmedabad) બનશે. અહીં પશ્ચિમ વિસ્તારમાં 5 જગ્યા પર આવી ઈમારતોના બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation) ટાઉન પ્લાનિંગ કમિટીમાં (town planning committee) વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અંગે (ahmedabad development work) ચર્ચા કરવામાં આવી હતી.

દિલ્હી મુંબઈની જેમ હવે અમદાવાદમાં પણ બનશે ગગનચૂંબી ઈમારતો, AMCએ 5 વિસ્તારમાં આપી મંજૂરી
દિલ્હી મુંબઈની જેમ હવે અમદાવાદમાં પણ બનશે ગગનચૂંબી ઈમારતો, AMCએ 5 વિસ્તારમાં આપી મંજૂરી

By

Published : Oct 11, 2022, 2:21 PM IST

અમદાવાદશહેરમાં પણ હવે ગગનચૂંબી ઈમારતો જોવા (high rise building in Ahmedabad) મળશે. આ સાથે જ ઊંચાઈ પર રહેવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં (town planning committee) અમદાવાદ શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ પર (ahmedabad development work) ચર્ચા કરવામાં આવી હતી. તેમાં પશ્ચિમ વિસ્તારમાં વધુ 5 જગ્યાએ ગગનચૂંબી ઇમારતોના બાંધકામ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના અન્ય જગ્યાના નામકરણ પણ કરવામાં આવ્યા હતા.

33 માળ સુધીના બાંધકામને મંજૂરી

મુંબઈ અને દિલ્હી જેવી ઈમારતો અહીં જોવા મળશે અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસિત શહેર છે. શહેર પૂર્વની સરખામણીએ પશ્ચિમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિકાસ થતો જોવા મળે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ahmedabad development work) દ્વારા પણ પશ્ચિમ વિસ્તારમાં મુંબઈ અને દિલ્હી જેવી ગગન ચુંબી ઇમારત અને બાંધકામ માટે અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા મંજૂરી આપી દેવામાં આવે છે. આગામી સમયમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તાર પર આવેલા રિંગ રોડ પર 30થી 33 માળ સુધીની ઇમારતો જોવા મળશે.

33 માળ સુધીના બાંધકામને મંજૂરીટાઉન પ્લાનિંગ કમિટીના (town planning committee) ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમદાવાદની અંદર 100 મીટરની ઊંચી ઈમારતો જોવા મળશે, જેમાં લગભગ 5 ઈમારતને (high rise building in Ahmedabad) મંજૂરી આપી દેવામાં આવી છે. તેમાં સાયન્સ સિટી રોડ, સિંધુભવન રોડ, બોપલ, બોડકદેવમાં ગગનચૂંબી ઇમારતો જોવા મળશે. આ ઇમારતો (high rise building in Ahmedabad) 45 મીટરથી વધારે એટલે કે જે 15 માળ કરતા વધારે છે. તેમાંની કુલ 55 જેટલી ઇમરતોને બાંધકામ માટે ઓગસ્ટ મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી.

નામકરણ માટેના કામોને મંજૂરીઅમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) દ્વારા TP કમિટીમાં (town planning committee) નામકરણ માટેના વિવિધ કામોને પણ મંજૂરી આપવામાં આવે છે શહેરમાં અલગ અલગ 5 જગ્યા પર રબારી સમાજના સંત અને મહારાજનું નામ આપવામાં આવ્યું છે. ગાયોની સમસ્યાને લઈને તંત્ર દ્વારા કરાતી કામગીરી લઈને રબારી સમાજમાં નારાજગી જોવા મળી રહી હતી ત્યારે આવા પ્રકારના નામકરણ કરીને રબારી સમાજની લાગણી જીતોનો પ્રયાસ અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

રસ્તાઓનું નામકરણ તો ઈસનપુર વોર્ડમાં વિશાલનગરથી મહારાણા પ્રતાપ સોસાયટીના માર્ગને વાળીનાથ માર્ગ, વિશાલનગર ચાર રસ્તાને ગોગા મહારાજ ચોક, ઓઢવ વોર્ડમાં મોમાઈનગર રબારીવસાહત ચાર રસ્તાને બ્રહ્મલીન બળદેવી ગિરિબાપૂ ચોક આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details