અમદાવાદઃ હિન્દુસ્તાન ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીની સંપત્તિ રદ કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જો કે, અરજદાર UKની કંપનીએ અરજી પરત ખેંચી લેતા સંપત્તિ સ્થગિત કરતો આદેશ રદ થયો છે.
હિન્દુસ્તાન ઓઈલ એક્સપલોરેશનની સંપત્તિ સ્થગિત કરવાનો આદેશ હાઈકોર્ટે પરત ખેંચ્યો - today news
હિન્દુસ્તાન ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીની સંપત્તિ રદ કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જો કે, અરજદાર UKની કંપનીએ અરજી પરત ખેંચી લેતા સંપત્તિ સ્થગિત કરતો આદેશ રદ થયો છે.
હાઈકોર્ટે આ આદેશની જાણ બોમ્બે સ્ટોક એક્સચેન્જને પણ કરી છે. બંગાળની ખાડીમાં આવેલા પી.વાય-3 ઓઇલ ફિલ્ડમાં હિન્દુસ્તાન એક્સપ્લોરેશન લિમિટેડએ UKની કંપનીને હોરડી ઓઈલ એન્ડ ગેસ, ONGC, સહિતની કંપનીઓ જોઇન્ટ ઓપરેટર હતા. સેમસન કંપનીએ 3.93 મિલિયન ડોલર ચુકવવાના હતા. આ ચુકવણી વિવાદ મુદ્દે આર્બિટ્રેશન પેનલ હિન્દુસ્તાન ઓઇલ એક્સ્પ્લોરેશન 27 હજાર કરોડનો આદેશ કર્યો હતો.
હિન્દુસ્તાન એક્સપ્લોરેશન આ રકમની ચૂકવણી ન કરતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ કેસને ધ્યાનમાં રાખીને હિન્દુસ્તાન એક્સપ્લોરેશની તમામ સંપત્તિ સ્થગિત કરી હતી. જો કે, અરજી પરત ખેંચી લેવામાં આવતા સ્ટે હટી ગયો છે.